GUJARATHALOLPANCHMAHAL

ઘોઘંબા તાલુકાના રણજીત નગર મુકામે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૩.૨૦૨૬

ગુજરાત ફલોરો કેમિકલ્સ લિમિટેડ દ્વારા રણજીતનગર ગામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં રણજીતનગર ગામની મહિલાઓ તેમજ જી.એફ.એલ કંપનીના સી.એસ.આર અંતર્ગત રણજીતનગર સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર અને હેન્ડીક્રાફ્ટ સેન્ટરની કુલ ૯૫ જેટલી મહિલાઓ અને જી એફ એલ કંપનીના સ્ટાફગણ દ્વારા આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન ઓનલાઇન કનેક્ટિવિટી જોડવામાં આવી હતી જેમાં જીએફએલ કંપનીના વુમન એમ્પાવરમેન્ટ ડેવલોપમેન્ટ કમિટી ના ચેરમેન જ્યોતિ દુગ્ગલ, તેમજ સ્પેશિયલ ગેસ્ટ તરીકે આપણા ભારતીય સેના મેજર વંદના શર્મા, આઈનોક્સ જી એફ એલ પરિવારના અવર્ણા જૈન, અને જી એફ એલ કંપનીના CEO ડૉ બીર કપૂર દ્વારા મહિલા સશક્તિકરણ માટે સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમમાં રણજીત નગર સ્ટીલ ડેવલોપમેન્ટ સેન્ટર તેમજ રણજીત નગર હેન્ડીક્રાફ્ટ સેન્ટર માં ખુબ જ સારી રીતે કામ કરતી બહેનોને પુરસ્કાર આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!