GIR GADHADAGIR SOMNATHGUJARAT
કસ્તુરબા બાલિકા વિદ્યાલય અરણેજ મુકામે આંતર્રાષ્ટ્રીય મહિલા વિજ્ઞાન દિવસ ઊજવાયો

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
કસ્તુરબા બાલિકા વિદ્યાલય અરણેજ મુકામે આંતર્રાષ્ટ્રીય મહિલા વિજ્ઞાન દિવસ ઊજવાયો.
તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા કોડીનાર ના અરણેજ ગામમાં આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં બાળાઓ ને આંતર્રાષ્ટ્રીય મહિલા વિજ્ઞાન દિવસ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી.તેમજ વધુમાં જણાવ્યું કે લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહનવિજ્ઞાનમાં લિંગ તફાવતને દૂર કરવા માટે રૂઢિપ્રયોગોને તોડવા, છોકરીઓને પ્રેરણા આપવા માટે રોલ મોડેલ્સને પ્રોત્સાહન આપવા, લક્ષિત કાર્યક્રમો દ્વારા મહિલાઓની પ્રગતિને ટેકો આપવા અને સમાવેશ, વિવિધતા અને સમાનતાને પ્રોત્સાહન તેમજ બાળ કાયદા ઓ ની ઝાંખી રજૂ કરવામાં આવી.આ તકે કોડીનાર કોર્ટના પીએલવી પ્રકાશ જે મકવાણા તેમજ વોર્ડન કમ હેડ ટીચર પરમાર રંજનબેન એન. સહાયક વોર્ડન કંચનબેન વાળા તેમજ બાળાઓ હાજર રહ્યા હતા





