દાહોદ શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ ખાતે સામાજિક કાર્યકર્તા ડૉ નરેશ ભાઈ ચાવડા ની ઉપસ્થિતિ મા પરિચય બેઠક યોજાઈ
AJAY SANSIJuly 11, 2025Last Updated: July 11, 2025
2 1 minute read
તા.૧૧.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ ખાતે સામાજિક કાર્યકર્તા ડૉ નરેશ ભાઈ ચાવડા ની ઉપસ્થિતિ મા પરિચય બેઠક યોજાઈ
દાહોદ શ્રી આઈ રમીલા આર્ટસ કોલેજ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવણી દિવસ નિમિત્તે પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ નું પરિચય સંમેલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્ય શીતલબેન બારીયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. ત્યારબાદ મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરી મહેમાન નો પરિચય કરાવ્યા બાદ વિદ્યાર્થી પ્રતિનિધિ સંગાડા દિલીપભાઈએ કોલેજના અનુભવો તેમજ કોલેજમાં ચાલતી પ્રવૃત્તિઓની માહિતી આપી મુખ્ય મહેમાન રાજેશભાઈ ભાભોરે કોલેજ ના યુવાનો ને વ્યસનથી દૂર રહેવા ઉચ્ચ અભ્યાસ મેળવી આગળ આવવા તથા માતા પિતાના નામ અને કોલેજ નું નામ રોશન કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું સંસ્થાના માર્ગદર્શક તેમજ ફાઉન્ડર સુરેશભાઈ મેડા દ્વારા વિદ્યાર્થીને પ્રેરણાત્મક વાતો કરી ભવિષ્યમાં જી.પી.એસ.સી, યુ.પી.એસ. સી,ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાતી જાહેર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા વધુમાં કોલેજમાં ચાલતા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના વિવિધ કોર્સ ડિગ્રી, માસ્ટર કોર્ષ, સર્ટી કોર્ષ, ડિપ્લોમા કોર્ષ અંગે ની માહિતી આપી આ કાર્યક્રમના અધ્યક્ષ નરેશભાઈ ચાવડાએ વિદ્યાર્થી ઓ ને આશીર્વાદ આપતા જણાવ્યું કે કોલેજ સમયસર આવવા સાથે સામાજિક સેવા અને રાષ્ટ્રીય સેવામાં જોડાવા માટે આહવાન કર્યું તથા કોલેજ સમય દરમિયાન વ્યસનથી દૂર રહેવું સંસ્કારોની જાળવણી અને અભ્યાસ અંગે ની માહિતી આપી તથા પર્યાવરણ અંગેની જાગૃતિ લાવવા પ્રોત્સાહિત કર્યા કોલેજના ત્રણ સો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર રેણુકા બેન પરમાર તથા આભાર વિધિ પ્રોફેસર શૈલેષ ભાઈ ડામોર દ્વારા કરવામાં આવી
«
Prev
1
/
122
Next
»
કોમર્શિયલ ગેસના બાટલાના બુકિંગ બંધ, જેથી ઘણી ફેક્ટરીઓમાં તાળા મારવા જેવી સ્થિતિ આવી: ઈસુદાન ગઢવી
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
«
Prev
1
/
122
Next
»
AJAY SANSIJuly 11, 2025Last Updated: July 11, 2025