સંજેલી ની માંડલી પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ ઉજવાયો
તા.૦૯. ૦૯. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ની માંડલી પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ ઉજવાયો.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી ક્લસ્ટરમાં તા:૦૯/૦૯/૨૦૨૪ ને સોમવારના રોજ ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ક્લસ્ટર કક્ષા આયોજિત બંને કાર્યક્રમોમાં નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રા.શાળા,માંડલી પ્રા.શાળા,કાવડાના મુવાડા પ્રા.શાળા,પિછોડા મુખ્ય પ્રા.શાળા,મેંદી ફળીયા પ્રા.શાળા,ઝુંસા પ્રા.શાળા,આશ્રમશાળા માડલીના બાળકોએ ભાગ લીધો હતો.શાળાના મુ.શિ. મહેન્દ્રભાઈ હઠીલાએ ભાગ લેનાર તમામ શાળાના બાળકો અને શિક્ષક મિત્રોને આવકાર આપ્યો હતો. ક્લસ્ટરના સી.આર. સી. હિતેશભાઈ સોલંકીએ પણ ભાગ લેનાર તમામ શાળાના બાળકો અને માર્ગદર્શક શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.અને સાથે સાથે બંને કાર્યક્રમમાં પ્રથમ નંબર મેળવનાર કૃતિઓના બાળ વૈજ્ઞાનિકો અને કલા ઉત્સવમા પ્રથમ નંબર મેળવનાર સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા અને તાલુકા કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી