
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૬/૦૩/૨૦૨૫
ભરૂચ એલસીબી પીઆઇ એમ.પી વાળાની સુચનાથી એલસીબી પોલીસ કર્મચારી નેત્રંગ તાલુકામાં પેટ્રોલિંગમા હતા.જે દરમ્યાન નેત્રંગ તાલુકાના પાંચસીમ ગામે રહેતો તુષાર વિનોદ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો લાવી તેના ઘરની પાછળ આવેલ ખેતરમા સંતાડેલ છે તેવી બાતમીના આધારે ખેતરમાં તપાસ કરતા જગ્યા ઉપર કોઈ ઈસમ હાજર મળી આવેલ નહી,અને ખેતરમાં તપાસ કરાતા વિદેશી દારૂની બોટલના બોક્સ નંગ ૧૩ માં કુલ બોટલ નંગ ૬૨૫ જેની કુલ કિંમત રૂ.૯૬,૯૬૦ નો મુદામાલ જપ્ત કરી બુટલેગર તુષાર વિનોદ વસાવા રહે પાંચસીમ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.



