AHAVADANGGUJARAT

ડાંગ એલ.સી.બી.ની તપાસ:- 5 વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનનો આરોપી મૃત જાહેર..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત એક મહત્વની તપાસ પૂર્ણ કરવામાં આવી છે. સાપુતારા પોલીસ સ્ટેશનના પાંચ વર્ષ જૂના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી રાજસ્થાનમાં મૃત્યુ પામ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે.ડાંગ-આહવા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ વણઉકેલાયેલા ગુનાઓ અને નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં હતી. આ દરમિયાન PSI જે.જી. અનડકટ અને તેમની ટીમને હ્યુમન અને ટેકનિકલ સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે સાપુતારા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૧ના પ્રોહિબિશનના ગુનાનો આરોપી રોહિત ઉર્ફે પવન મોહનલાલ સેન હાલમાં તેના વતન રાજસ્થાન ખાતે છે.બાતમીના આધારે ડાંગ પોલીસની ટીમ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના ગામ ગુડા ખાતે પહોંચી હતી.ત્યાં આરોપીના રહેઠાણની આસપાસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,આરોપીનું બે મહિના પહેલા જ અવસાન થયું છે.ખેતરમાં કામ કરતી વખતે ગભરામણ અને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.રાજસ્થાનના ખામનોર પોલીસ સ્ટેશનમાં આ અંગે અકસ્માત મોતનો ગુનો પણ નોંધાયેલો છે.ડાંગ LCB દ્વારા આરોપીનું મરણ પ્રમાણપત્ર અને કેસના કાગળો મેળવી લેવામાં આવ્યા છે. આ માહિતીના આધારે હવે ગુજરાતના અન્ય પોલીસ સ્ટેશનોમાં જો આ આરોપી વિરુદ્ધ કોઈ ગુના પેન્ડિંગ હોય, તો તેની તપાસ પૂર્ણ કરી ન્યાયિક પ્રક્રિયા ઝડપથી આગળ વધારી શકાશે.

Back to top button
error: Content is protected !!