
તા.૧૦.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા કોટ દ્વારા સભળાવવામાં આવ્યો ઐતિહાસિક નિર્ણય
પાડલીયા ગ્રુપ ગ્રામ પંચાયતની ફરી થશે મત ગણતરી મતોની ફેર ગણતરી કરવા લીમખેડા કોર્ટ દ્વારા કોર્ટ કમિશનર નીમવામાં આવ્યા,તમામ પક્ષકારોને મત ગણતરી સમય હાજર રહેવા લીમખેડા કોર્ટનો હુકમ
લીમખેડા તાલુકાની પાડલીયા ગ્રુપ ગ્રામ પંચાયતની વર્ષ ૨૦૨૫માં યોજાયેલી સરપંચ પદની ચૂંટણીમાં મતોની ગણતરીમાં ગેરરીતિ અને બેદરકારીના આક્ષેપો સાથે થયેલી અરજીમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટે તમામ પુરાવાઓ અને મતો ના આંકડામાં રહેલી વિસંગતતાને ધ્યાને લઈ ફેર મતુ ગણતરી જાણવા મળ્યું છે.ગત ૨૨ જૂન ૨૦૨૫ના રોજ લીમખેડા તાલુકાના પાડલીયા ગ્રુપ ગ્રામ પંચાયત નાનીવાવ અને પાડલીયા ગામની ચૂંટણી યોજાઈ હતી. અને રૂપ જૂનના રોજ લીમુખેડા ની મોડેલ સ્કુલ ગણતરીમાં સરપંચ પદે રાવત સોહિલભાઈ પ્રવીણભાઈને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના હરીફ ઉમેદવાર નીનામા સરતનભાઈ કાનજીભાઈને ૬૯૯ મત મળ્યા હતા. અને તેઓ માત્ર ૧૫ મતોથી હારી ગયા હોવાનું જાહેર કરાયું હતું આ ગણતરીમાં ઉતાવળ કરવામાં આવ્યું હોવાના અને પરિણામ પત્રક પર સહી ન લીધી હોવાના આક્ષેપ સાથે સરતન ભાઈ નીનામાએ લીમખેડાની કોર્ટમાં ન્યાયની દાદ માગતી અરજી દાખલ કરી હતી. અરજદારે કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજો મુજબ વોર્ડ વાઈઝ મતોના સરવાળો ૨૬૩૦ થાય છે જ્યારે સરકારી આંકડા (નમુના ૨૭-ક) મા કુલ ૨૯૫૯ મતો દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મતદાન વખતે ૨૬૬૬ મતો પડ્યા હોવાનો પણ દાવો કરાયો હતો. આમ મતોના આંકડામાં મોટી વિસંગતતા અને જીત નું માર્જિન માત્ર મતોનું હોવાથી કોર્ટ સ્વીકાર્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ ગણતરીમાંબંધાઈ છે. ભૂલ થઈ હોવાની શક્યતા છે. કોર્ટે સરપંચ પદ માટે થયેલા તમામ મતોની ફેર ગણતરી કરવાની અરજી મંજૂર કરી છે. ગણતરીની પ્રક્રિયામાં પારદર્શિતા માટે કોર્ટના સુપ્રિટેન્ડેન્ટ श्री જગદીશભાઈ.જે. બારીયાને કોર્ટ કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીને તમામ પત્રક અને મત પેટીઓ સીલ બંધ હાલતમાં કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે. આ ચુકાદાને પગલે પાડલીયા ગ્રુપ ગ્રામ પંચાયતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે જ્યારે કોર્ટ કમિશનરની હાજરીમાં ફરીથી થશે. ત્યારે અસલી પરિણામ આવશે તેના પર આખા તાલુકાની નજર રહેશે. નેક્સ્ટ હિયરિંગ આગામી તારીખ ૨૬-૨-૨૦૨૬ ના રોજ થશે ત્યારે કોર્ટ ફેર મત ગણતરીની તારીખ જાહેર કરશે તેવું મનાઈ રહ્યું છે.મતપત્રોની સંખ્યામાં વિસંગતતા : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નિમાયેલા અધિકારીઓની હાજરીમાં પાડલીયા ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ૧૦ વોર્ડ મુજબ વોર્ડ-૧માં ૨૪૪ મત, વોર્ડ-રમાં ૨૪૯ મત, વોર્ડ ૩મા ૨૭ વમા ૨૫૦ મત, વોર્ડ-૫માં ૨૪૮ મત, વોર્ડ-દક્ષ્મ ૨૮૨૫ મત વોર્ડ-૭મા ૨૫૭ મત વોર્ડ-૮મા ૨૮૩ મત, વોર્ડ-૯મા ૨૯૫ મત અને વોર્ડ ૧૦મા મતપત્રો નીકળ્યા તમામનો ૨૬૩૦ થાય પેટીઓમાંથી મળેલ છે. અરજદાર નિનામા સરતનભાઈ કાનજીભાઈ અને સામાવાળા રાવતા સોહિલભાઈ પ્રવીણભાઈ વચ્ચે માત્ર ૧૫ મતોનો તફાવત છે સદર હકીકત જોતા મત ગણતરીમાં ભૂલ થયેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાઈ આવતાં આ બાબતે અરજદારે હાજર જવાબદાર અધિકારી સમક્ષ રજૂઆત કરી ફેર મત ગણતરીની માગણી કરી હતી. પરંતુ અરજદાર નીનામા સરતનભાઈ ‘કાનજીભાઈની ફેર મત ગણતરીની માગણી ઠુકરાવી ઉપસ્થિત જવાબદાર-અધિકારીએ પરિણામ જાહેર કરી દેતાં પોતાને અન્યાય થયો હોવાનું જણાઈ! ૧૫૫ આવ્યું આવતા તેઓએ લીમખેડાની કોર્ટમાં ન્યાયની દાદ માગતી અરજી દાખલ કરતાં કોર્ટે ફેર મત ગણતરીની અરજી મંજુર કરતા અરજદારને ન્યાયની આશા બંધાઈ છે




