અંકલેશ્વરમાં રાજસ્થાનમાં ચોરી થયેલી બાઈક સાથે ફરતા ઇસમની પોલીસે ધરપકડ કરી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વરના ભડકોદ્રા ગામની મંગલમ સોસાયટી પાસેથી રાજસ્થાનના કરધની પોલીસ મથકમાંથી ચોરી થયેલ બાઈક સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનના જયપુર જીલ્લાના કરધની પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમ ગુજરાત પાર્સીંગની નંબર પ્લેટ લગાવી જી.આઈ.ડી.સી.માં ફરે છે. જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરના ભડકોદ્રા ગામની મંગલમ સોસાયટી પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવી બાઈક અંગેના દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે તેની વધુ પુછપરછ કરતા તેણે ચોરીની આ બાઈક રાજસ્થાનના આસિન્દ ભીલવાડા ખાતેથી તેના મિત્ર પાસેથી 21 હજારમાં ખરીદી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે પટેલ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતો શ્રવણલાલ જગદીશ ગુજ્જરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.




