PANCHMAHALSHEHERA

શહેરા – ગોધરા હાઈવે ઉપર પર વાઘજીપુર ચોકડી પાસે 11 જેટલા ગૌવંશ નેં કતલખાને લઈ જતા ઝડપી પાડવામાં આવ્યા

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

લુણાવાડા-ગોધરા હાઇવે રોડ ઉપર શહેરા વાઘજીપુર ચોકડીથી એક આઇસર ગાડી રજી.નંબર.HR45D6206 માં ક્રુરતા પુર્વક ભરી બાંધી રાખેલ જીવીત ગૌવંશ ગાયો નંગ-૧૧ કિં.રૂ.૧,૬૫,૦૦૦ /તથા આઇસર ગાડી નંગ-૧ ની કિં.રૂ.૮,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ ની કિં.રૂ.૫૦૦૦/-તથા રોકડા રૂ.૩૦૪૦/- મળી કુલ કી.રૂ.૯,૭૩,૦૪૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરી પકડાયેલ ગૌવંશને સુરક્ષિત જીવદયા કલ્યાણ ટ્રસ્ટ પરવડી, ગોધરા ખાતે મોકલી આપતી શહેરા પોલીસ.

આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા બી.એલ.દેસાઇ સાહેબ I/C પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓએ ગેરકાયદેસર રીતે ચાલતી ગૌવંશની હેરા ફેરી અટકાવવા સારૂ સખતમાં સખત વોચ તપાસ તેમજ પેટ્રોલીંગ રાખવા જરૂરી સુચના આપેલ જે આધારે ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ સાહેબ નાઓએ ગેરકાયદેસર રીતે ચાલતી ગૌવંશની હેરા ફેરી અટકાવવા સારૂ હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ સુચના અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે એ.બી.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર શહેરા પોલીસ સ્ટેશન નાઓને બાતમી હકીકત મળેલ કે લુણાવાડા તરફથી એક આઈસર ગાડી રજી.નંબર.HR45D6206 મા ગૌ-વંશ ભરી શહેરા તરફ આવે છે જે બાતમી હકીકત આધારે શહેરા પોલીસ મથકની સર્વેલન્સ ટીમ તેમજ ટ્રાફીક જમાદાર તથા શહેરા ટાઉન બીટના જમાદાર નાઓને સદરહુ વાહનને ઉભુ રખાવી ખાત્રી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ હોય જેથી શહેરા વાઘજીપુર ચોકડી ખાતે વોચ તપાસમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મુજબનુ વાહન આવતા તેને ઉભુ રખાવી સદર આઇસર ગાડીની તાડપત્રી ખોલી જોતા ટુંકા-ટૂંકા દોરડાઓ વડે મોઢું તેમજ ગળુ ટુંપી રાખી ક્રુરતા પુર્વક કોઇપણ પ્રકારના ઘાસચારો કે પાણીની સુવિધા વગર બાંધી રાખેલ મળી આવેલ ગૌવંશ ગાયો નંગ-૧૧ કિં.રૂ.૧,૬૫,૦૦૦/- તથા આઈસર ગાડી નંગ-૧ ની કિં.રૂ.૮,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ ની કિં.રૂ.૫૦૦૦/- તથા રોકડા રૂ.૩૦૪૦/- મળી કુલ કી.રૂ.૯,૭૩,૦૪૦/- નો મુદ્દામાલ સાથે પકડાયેલ રાહુલકુમાર પ્રિતમસિંહ વાલ્મીકી રહે.ટીકરી ક્લાસ તા.કર્ણાલ જી.કર્ણાલ રાજ્ય.હરીયાણા નાઓના વિરૂદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનીયમ તથા પ્રાણી ક્રુરતા અધિનીયમ તેમજ જી.પી.એક્ટની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

Back to top button
error: Content is protected !!