ગુજરાતનું ભાવી ન્યુઝ પેપરના 10 મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે સહયોગી HUM TV ભરૂચ ન્યુઝ ચેનલ સાથે અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપો ખાતે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું.

સમીર પટેલ, ભરૂચ
અંગદઝાડતી ગરમી વચ્ચે બસ ડેપો ખાતે અવર-જવર કરતા મુસાફરોને ઠંડી છાશનું વિતરણ કરાયું
ભરૂચ જીલ્લામાં પ્રકાશિત થતા ગુજરાતનું ભાવી ન્યૂઝ પેપરના ૯ વર્ષ પુર્ણ થતા અને ૧૦માં વર્ષમાં મંગલ પ્રવેશની ન્યૂઝ પેપરના પ્રકાશક દ્વારા સેવાકર્યા સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતનું ભાવી પાક્ષીક ન્યૂઝ પેપરના ૯ વર્ષ પુર્ણ થતા અને ૧૦માં વર્ષમાં મંગલ પ્રવેશની સેવાભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચમાં ગરીમીનો પારો આ વર્ષે ઓલ ટાઇમ હાય જોવા મળી રહ્યો છે.એપ્રિલ માસના શરૂઆતી સપ્તાહમાં જ રોજીંદા ૪૦ ડીગ્રી કરતા વધુ રહેતા તાપમાન વચ્ચે ઘર બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે.તેવામાં કામકાજ અર્થે લોકોએ ના છુટકે બહાર નિકળવું પડે છે ત્યારે ગરમીમાં રાહત આપતા પીણા અને સ્વસ્થ માટે પણ લાભદાયક એવી ઠંટી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકિય કાર્યમાં હમ ટીવી ભરૂચ ન્યૂઝ તેમજ GSRTC (અંકલેશ્વર એસ.ટી વિભાગ) અને અંકલેશ્વર તાલુકા એકતા પરિષદ સંસ્થા પણ સહભાગી બની હતી.
અંગદઝાડતી ગરમી વચ્ચે અસંખ્ય લોકોએ ઠંડી છાશનો લાભ લઇ વિતરણકર્તાઓનો આભાર માન્યો હતો.છાશ વિતરણ ના સેવા કાર્યમાં ગુજરાતનું ભાવી ન્યુઝ પેપર ના અતુલભાઇ મુલાણી,હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના અસલમભાઇ ખેરાણી, અંકલેશ્વર તાલુકા એકતા પરિષદ ના કેયુર રાણા,એસ.ટી ડેપો મેનેજર જગદીશ ગાવીત તેમજ સુરજભાઈ પટેલ, મહેશ મુલાણી,વિપુલ જાની,જુનેદ પાંચભાયા, શાહનવાઝ મસાણી,જયેશ ભીમાડા જોડાયા હતા.



