
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામ કુમાર શાળા ખાતે ફરજ બજાવતા શિક્ષક અમરતભાઈ પટેલ જેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ રામજી મંદિર ખાતેના હોલમાં યોજાયો હતો.38 વર્ષ અને 5 મહિના સુધી તેમણે શિક્ષક તરીકે બજાવેલી સેવાને શાળા પરિવાર અને આગેવાનોએ બિરદાવી હતી.ખેરગામ કુમારશાળામાં છેલ્લા 24 વરસથી તેમણે સેવા પૂરી પાડી બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કર્યું હતું.શાળાના આચાર્ય પ્રશાંતભાઈ પટેલે જણાવ્યું કે શાળામાં બાળકો પ્રત્યે ઊંડી લાગણી ધરાવનાર શિક્ષક અમરતભાઈ જ્યારે શાળામાંથી વયમર્યાદાના કારણે નિવૃત્ત થાય છે ત્યારે શાળા પરિવારે તેમને ભાવપૂર્ણ વિદાય આપી તેમનું આગામી જીવન સુખ,શાંતિ અને તંદુરસ્તીભર્યું રહે એવી શુભેચ્છા આપી હતી.આ પ્રસંગે શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીના વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.પ્રમાણપત્ર આપી અને શાલ ઓઢાડી તેમનું શાળા પરિવારે સન્માન કર્યું હતું.



