
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ઇસરી પોલીસને વાવકંપા સીમમાંથી ₹1.53 લાખ થી વધુ નો દારૂ ઝડપતા મોટી સફળતા હાથ લાગીઃ કિઆ સોનેટ કાર પણ જપ્ત
અરવલ્લી જિલ્લાના ઇસરી પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવતી ₹6.53 લાખથી વધુનો મુદામાલ ઝડપી લીધો છે. ઘટનામાં વિદેશી દારૂ ભરેલી કાર મળી આવી
ઇસરી પોલીસ સ્ટેશનના PI જી કે વહુનીયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે વાવકમ્પા ગામની સીમ પાસે એક શકમંદ કિઆ સોનેટ કાર નંબર GJ-18-BR-6097 જોઈ તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન કારની અંદર બીયરના ટીન ભરેલી પેટીઓ મળી આવી હતી, જે વિદેશી દારૂ હોવાનું જણાયું.પોલીસે કાર તેમજ અંદર રહેલી દારૂની પેટીઓ સાથે ₹1,53,120/-ની રોકડ રકમ પણ જપ્ત કરી હતી. ગાડીની અંદાજિત કિંમત ₹5,00,000/- હોવાનું જણાવાયું છે. આમ, કુલ **₹6,53,120/-નો મુદામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે.ઇસરી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.




