વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાંસદા તા.28 માર્ચ – નવસારી જિલ્લાનાં વાંસદા ખાતે વન નેશન વન ઈલેકશન ના સમર્થનમાં ટાઉન હોલ ખાતે વાંસદા તાલુકાનાં ગામોના સરપંચોની બેઠક રાખવામાં આવી હતી”વન નેશન,વન ઇલેકશન” એક દેશ એક ઇલેક્શન સમગ્ર ભારતમાં લોકસભા અને વિધાન સભાની ચૂંટણીઓ એક સાથે યોજાય માટે આજે વાંસદા ખાતે બેઠકમાં હાજર તમામ સરપંચો વન નેશન વન ઇલેક્શન ના બિલનાં તરફેણમાં સમર્થન આપવા જાહેરાત કરી હતી આ તાલુકા કક્ષાનાં કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અમિતાબેન પટેલ, પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ,વાંસદા સંગઠન પ્રમુખ સંજય પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી દિપ્તીબેન પટેલ, ન્યાય સમિતિના અધ્યક્ષ બાપજુભાઈ ગાયકવાડ મહામંત્રી રાકેશભાઈ શર્મા અને વાંસદા તાલુકાના સરપંચો,તાલુકા પંચાયતના સભ્યો,જિલ્લા પંચાયતના સભ્યો,સંગઠનના હોદ્દેદારો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વન નેશન વન ઈલેકશન બિલને સમર્થન આપવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.