ઇન્ડીયન લાયન્સ-લાયોનેસ દ્વારા સત્યનારાયણ કથા યોજાશે
જામનગર (ભરત ભોગાયતા)
*”કારતકી પૂર્ણિમાના પવિત્ર દિવસે ઇન્ડિયન લાયોનેસ જામનગર તથા ઇન્ડિયન લાયન્સ જામનગર ના સંયુક્ત ઉપક્રમે શ્રી સત્યનારાયણ ભગવાનની સમૂહ કથાનું ભવ્ય આયોજન થયુ છે જે અંતર્ગત જામનગર માં તા.૧૫-૧૧-૨૦૨૪ શુક્રવાર કારતક સુદ પૂર્ણિમાના શુભ દિવસે ઇન્ડિયન લાયોનેસ જામનગર તથા ઇન્ડિયન લાયન્સ જામનગરના સંયુક્ત ઉપક્રમે શ્રી સત્યનારાયણ ભગવાનની સમૂહ કથા ના ધર્મકાર્યનું આયોજન શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ ની વાડી શ્રી મહાલક્ષ્મીજી મંદિર વંડાફળી જામનગર ખાતે બપોરે ૪:૩૦ વાગ્યે કરવામાં આવ્યું છે,જેમાં જામનગરના જાણીતા વિદ્વાન કર્મકાંડી શ્રી હિતેષભાઈ જોષી (રાધે રાધે) યજમાનોને પૂજા અર્ચના કરાવશે, કથાની પૂર્ણાહુતિ બાદ રાસ ગરબા સાથે સંસ્થાના બહેનો માટે પરફેક્ટ મેચિંગ સાથે લાલ કલરની સારી તથા આરતી ડેકોરેશનની જુદી જુદી સ્પર્ધાઓ સાથે ભોજન પ્રસાદી ની વ્યવસ્થા કરવામાં આવેલ છે,સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ડિયન લાયોનેસ જામનગરના પ્રમુખ શ્રી.અલ્કાબેન વિઠ્ઠલાણી પૂર્વ પ્રમુખ શ્રી.હંસાબેન રાવલ ઇન્ડિયન લાયન્સ જામનગર ના પ્રમુખ શ્રી.વીરુભાઈ દોશી મંત્રી શ્રી.સમીરભાઈ મહેતા તથા ઉપપ્રમુખ શ્રી.અતુલભાઇ મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે..*