DAHODGUJARATJHALOD

ઝાલોદ તાલુકાના લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ તથા વિશ્વ હિપેટાઈટીસ દિનની ઉજવણી અંતર્ગત યોજાયો હેલ્થ કેમ્પ

તા.૨૫.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ઝાલોદ તાલુકાના લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ તથા વિશ્વ હિપેટાઈટીસ દિનની ઉજવણી અંતર્ગત યોજાયો હેલ્થ કેમ્પ

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ અને DTHO તેમજ લીમડી CHCના સુપ્રીટેડન્ટ અધ્યક્ષ સ્થાને લીમડી CHC ખાતે આયુષ્માનભવ હેલ્થ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આવેલ લોકોને HIV,AIDS,RPR, STI, HCV,TB વિશે માહિતી આપવામાં આવી હતી.આ કેમ્પમાં આવેલ લોકોનું મેડિકલ ચેકઅપ HIV/RPR/SHIPHILIS/TB / હિપેટાઇટીસ બી-સીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કુલ 60 HRG ના HIV/RPR/SHIPHILIS/HCV B & C ના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતાઇ અને 5 LWSના પણ ટેસ્ટિંગ કરવામા આવ્યા હતા. તેમજ 18 HRGના ટી.બી. વાનમાં ટીબી ટેસ્ટિંગ તેમજ એક્ષરે કરાવવામાં આવ્યા હતા. જેઓનું કાઉન્સેલિંગ કરીને સારવાર માટે સમજણ આપવામાં આવી હતી. HIV ,TB- હિપેટાઈટીસ B-C વિશે માહિતી આપવામાં આવી હતી.જેમાં ચેપગ્રસ્ત સોય અને શાહીનો ઉપયોગ કરવાથી હિપેટાઇટિસ અને C ફેલાય છે, ટેટૂ અને કાન વિંધવા માટે સ્વચ્છ સાધનો તથા નવી સોય અને શાહીનો ઉપયોગ થાય તે સુનિશ્વિત કરો ,અને જાગૃત રહો અને સુરક્ષિત રહો તે વિશે માહીતિ આપવામાં આવી હતી. તેમજ ICTC સ્ટાફ દ્વાર IEC કરી HIV/ટીબી/હિપેટાઇટિસ વિશે માહિતી આપવામાં આવી હતી.સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ કેમ્પમાં ગોત્રી બરોડા હોસ્પિટલના ડોકટરોની ટીમ ,ટી.આઈ.સ્ટાફ , લીમડી CHCના ડોક્ટર તેમજ ICTC સ્ટાફ TB વિભાગનો સ્ટાફ તેમજ લીમડી અને ઝાલોદ વિસ્તારના HRG હાજર રહ્યાં હતા

Back to top button
error: Content is protected !!