ARAVALLIGUJARATMEGHRAJ

ઇસરી પોલીસે કોલુંદ્રા ગામેથી ઇંગ્લીશ દારૂ તથા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી તથા દેશીદારૂ તેમજ પ્રોહીવોશ કિ.રૂ.29,930 /-નો મુદામાલ ઝડપી પાડ્યો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ઇસરી પોલીસે કોલુંદ્રા ગામેથી ઇંગ્લીશ દારૂ તથા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી તથા દેશીદારૂ તેમજ પ્રોહીવોશ કિ.રૂ.29,930 /-નો મુદામાલ ઝડપી પાડ્યો

દેશી દારૂની ભઠ્ઠી ઝડપાયા બાદ લોકમાં અનેક ચર્ચાઓ જામી છે જેમાં મેઘરજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ ની મહેફીલ માણતા કેટલાંય લોકોના જીવ જોખમાય તો નવાઈ નહી બીજી બાજુ ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના સેવનથી છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોના મોત નીપજયાની પણ ચર્ચાઓ જામી છે ત્યારે મેઘરજ તાલુકામા ગ્રામ્ય વિસ્તારમા છેલ્લાં કેટલાંય સમથી દેશી દારૂ ગાળવાની ભઠ ધમધમતી હતી જેને લઇ ઇસરી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ આર ડામોર ની તેમજ પોલીસ સ્ટાફની ટીમ દ્વારા ચોક્ક્સ વોચ ગોઠવી એકાએક રેડ કરતાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી સાથે દેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી હતી

ઇસરી પોલીસ સ્ટેશનના પી આઈ એચ.આર.ડામોર તેમજ ઇસરી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પ્રોહી રેડ કરવા સારુ ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા કોલુંદ્રા ગામે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કોલુન્દ્રા ગામનો રહીશ હુકમસિંહ રણજીતસિંહ જાડેજા રહે.કોલુંદ્રા તા.મેઘરજ જી.અરવલ્લી નાનો કોલુંદ્રા ગામની સીમમાં નદીના કિનારા પાસે પોતાના ખેતરમાં દેશી દારૂ ગાળી તથા તેના ખેતરમાં આવેલ ઓરડીમાં દેશી દારૂ તથા ઇંગ્લીશ દારૂ લાવી વેચાણ કરતો હોવાનું માલુમ પડતા પોલીસ સ્ટાફના માણસોએ સદર જગ્યાએ રઈડ કરતાં સદરી પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ રાખી દેશીદારૂ ગાળવાનો વોશ લીટર-90 ની કિ.રૂ.2,250/- તથા દેશીદારૂ લીટર-85 કિ.રૂ.17,000/- તથા ઇંગ્લીશ દારૂ તથા બીયરની બોટલો/ક્વાટરીયા ફૂલ નંગ-138 ની ફૂલ કિ.રૂ.10,480/- મળી પ્રોહી મુદ્દામાલ તથા વોશની કુલ કિ.રૂ.29,730/- ની ગણી તથા તાબાના ડેગડાની કીં.રૂ.100/-તથા એલ્યુમીનીયમના ડેચકાની કી.રૂ.100/- ની ગણી કુલ મુદ્દામાલ કિ.રૂ.29,930 /-નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડવામાં ઇસરી પોલીસને સફળતા મળેલ છે.ઇસરી પોલીસે હુકમસિંહ રણજીતસિંહ જાડેજા રહે.કોલુંદ્રા તા.મેઘરજ જી.અરવલ્લી સામે પ્રોહીબીશન હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપતી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Back to top button
error: Content is protected !!