
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ઈસરી – શ્રી એન.યુ. બિયોલા પીવીએમ હાઈસ્કૂલ ઇસરી ખાતે ધોરણ 10 -12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો
અરવલ્લી જિલ્લાના ઈસરી ખાતે શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન. યુ. બિયોલા પીવીએમ હાઈસ્કૂલ ઇસરીમાં ધોરણ 10 અને 12 બોર્ડ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન નિવૃત્ત સ્ટેટ જોઈન્ટ કમિશનર કનુભાઈ એમ. પટેલે સંભાળ્યું હતું, જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોડાસાના શિક્ષણ નિરીક્ષક જયેન્દ્રભાઈ ભટ્ટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.શ્રી પ્રકાશ કેળવણી મંડળના પ્રમુખ મોતીભાઈ કે. પટેલ તેમજ મંડળના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભાખંડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઈ.આઈ.એ.એ વિદ્યાર્થીઓને સરસ ઉદાહરણો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ પ્રસંગે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને ભેટ અર્પણ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય કમલેશભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ શિક્ષક કેતનભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ સહિત શાળાના તમામ શિક્ષકગણે કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું.કાર્યક્રમના અંતે શિક્ષક રાકેશભાઈ રાવલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમજ 31/05/2026ના રોજ નિવૃત્ત થનાર કોદરભાઈ પટેલને મંડળ દ્વારા સાલ ઓઢાડી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.





