ARAVALLIGUJARATMEGHRAJMODASA

ઈસરી ગામે છેલ્લા 3 મહિનાથી અટકેલું દબાણ 3 JCB ધ્વારા અંતે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ, પોલીસ કર્મચારીઓ અને તંત્રની હાજરીમાં દબાણ દૂર કરાયું .!!

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

ઈસરી ગામે છેલ્લા 3 મહિનાથી અટકેલું દબાણ 3 JCB ધ્વારા અંતે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ, પોલીસ કર્મચારીઓ અને તંત્રની હાજરીમાં દબાણ દૂર કરાયું .!!

માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ધ્વારા કુણોલ થી નવીઈસરી તરફ 10.600 કિમી નવીન રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કામગીરી પૂર્ણતાના આરે છે પરંતુ ઈસરી ગામમાં 7 મીટર જેટલા રસ્તાની પહોળાઈ વચ્ચે RCC રસ્તાની કામગીરી 3 મહિનાથી વધુ અટકેલી હતી અને ગ્રામપંચાયત ધ્વારા અને તંત્ર ધ્વારા દૂર કરવામાં આવેલી ન હતી જેને લઇ વિવિધ જગ્યાએ રજૂઆત કર્તાઓ એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આખરે પોલીસ પ્રોટેક્શન તેમજ તાલુકાના જવાબદાર અધિકારીની હાજરી માં JCB ધ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મેઘરજના ઈસરી ગામે છેલ્લા ત્રણ મહિનાથી અટકેલ નડતરરૂપ દબાણ દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી.નવા રસ્તા નિર્માણ માટે જરૂરી જગ્યા પર થયેલા દબાણને દૂર કરવા જિલ્લા તંત્ર, પોલીસ વિભાગ અને માર્ગ મકાન વિભાગની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી હતી

પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે કામગીરી શરૂ કરવામાં આવી હતી. કુલ 3 જેટલી JCB મશીનોની મદદથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. ઈસરી ગામમાં 7 મીટર પહોળા નવા રસ્તાની કામગીરી શરૂ થવા જઈ રહી હોવાથી આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.મેઘરજ સ્ટેટ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના અધિકારીઓ સ્થળ પર હાજર રહી કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું અને હવે દબાણ દૂર થતાં નવી રસ્તાની કામગીરી ઝડપથી આગળ વધી શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!