Navsari: એઇડ્સ અવેરનેસ ડે નિમિત્તે રેડક્રોસ નવસારી શાખા દ્વારા ભક્તાશ્રમ શાળામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
વર્લ્ડ એઇડ્સ અવેરનેસ ડે નિમિત્તે રેડક્રોસ નવસારી જિલ્લા શાખા અને ભક્તાશ્રમ શાળાના સંયુક્ત ઉપક્રમે કાઉન્સેલર શિક્ષકો તથા જે .આર. સી .વિદ્યાર્થીઓનો સેમિનાર યોજાયો હતો સેમિનારમાં નવસારી હાઇસ્કુલ, ટાટા ગર્લ્સ હાઇસ્કુલ, મદ્રેસા તથા ભક્તાશ્રમ હાઈસ્કૂલના લગભગ ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ તથા ૨૫ જેટલા કાઉન્સેલર શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે રેડ ક્રોસના ચેરમેન તુષારકાંત દેસાઈએ આવકાર પ્રવચન કર્યું હતું. જ્યારે પૂર્વ ચેરમેન ડો. અતુલભાઇ દેસાઈએ રેડ ક્રોસની સ્થાપના પાછળના ઉદ્દેશ્યો અને પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. જ્યારે રેડક્રોસ પૂર્વ સહમંત્રી પ્રાધ્યાપક જશુભાઈ નાયક એ જુનિયર રેડ ક્રોસ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં માનવતાનો ગુણો કેવી રીતે આપી શકાય તે વિશે માહિતી આપી હતી. મુખ્ય વક્તા તરીકે નવસારી સિવિલ હોસ્પિટલના જિલ્લા ક્ષય તબીબી અધિકારી ડો.સ્નેહલ જોશી એ ટીબી રોગની ગંભીરતા અને તેના અટકાવવા શું કરી શકાય તે બાબતે રસપ્રદ ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓને સમજણ આપી હતી. એચઆઇવી અને એઇડ્સ અવેરનેશ વિષય પર વાત કરતા જિલ્લા આરોગ્ય ખાતાના સુપરવાઈઝર અને એઈડ્સ કંટ્રોલ અધિકારી શ્રી રાજુભાઈ આ ભયંકર રોગ વિશેની આંકડાકીય માહિતી આપી હતી તથા તેને ૨૦૩૦ સુધી નાબૂદ કરવા માટે સરકાર નાં પગલાથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને અવગત કરાવ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના રોહનભાઈ ટંડેલે જે .આર. સી પ્રવૃત્તિની શિક્ષણ અને વિદ્યાર્થી ઘડતરમાં અગત્યતા ની સમજ આપી હતી તથા વધુને વધુ શાળા અને તમામ વિદ્યાર્થીઓને જે .આર. સી .પ્રવૃત્તિમાં જોડાવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે રેડક્રોસના માનદ મંત્રી અને ભક્તાશ્રમના નિયામક ડો. ધર્મેશ કાપડિયાએ નવસારી જિલ્લા શાખાના જે.આર.સી .યુનિટ સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રવૃત્તિ બદલ પ્રથમ ક્રમના એવોર્ડ રાજ્યપાલ ભવન ખાતે મેળવ્યો છે તેની વિગતો આપી હતી અને તેનો શ્રેય તમામ શાળા, શાળાના આચાર્યશ્રીઓ તથા શિક્ષકો તથા વિદ્યાર્થીઓ આ એવોર્ડના અધિકારી છે એમ કહેતા સર્વેને અભિનંદન પાઠવ્યા હતા તથા ઉપસ્થિત તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો.