
કરજણ તાલુકાના ધોરણ ૧૨ સાયન્સ ના વિધાર્થીઓ ને બોર્ડ ની પરીક્ષા આપવા માટે ડભોઇ ખાતે જવું પડે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી વિધાર્થીઓ અને વાલીઓ બોર્ડ ની પરીક્ષા માં ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે જે બાબત ની રજૂઆત અમો ને મળી હતી..
જેથી મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર દ્વારા વડોદરા ખાતે આવેલ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ની કચેરી માં વહીવટી અધિકારી શ્રી એસ.બી.સંગાડા સાહેબ અને શિક્ષણ ઇન્સ્પેક્ટર અધિકારી શ્રી બી.જે.વણઝારા સાહેબ ને રૂબરૂ મળીને લેખિત થતા મૌખિક રજૂઆત કરી કે મારા તાલુકાના ધોરણ ૧૨ સાયન્સ ના વિધાર્થીઓ ને બોર્ડ ની પરીક્ષા આપવા માટે ડભોઇ ખાતે જવું પડે છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ નો સમય અને નાણાં નો વ્યવ થાય છે.પરીક્ષા નો મહત્વ નો સમય આવવા જવા માં વેડફાય જાય છે..દર વર્ષે વિધાર્થીઓ અને વાલીઓ બોર્ડ ની પરીક્ષા માટે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે.
હાલ માં કરજણ તાલુકામાં ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સ માટે શાહ એન.બી.વિદ્યાલય કરજણ,સરસ્વતી વિધાલય,કરજણ પબ્લિક સ્કૂલ,વલણ હાઈસ્કુલ અને સાંસરોદ હાઈસ્કુલ માં અભ્યાસ કાર્યરત છે જેથી વિધાર્થીઓ ના હિત માં અને ઉજ્જવળ ભવિષ્ય માટે આવનારી ધોરણ ૧૨ સાયન્સ ની પરીક્ષા માટે કરજણ તાલુકા મથકે બોર્ડ નું પરીક્ષા કેન્દ્ર ચાલુ કરવા માં આવે એવી રજૂઆત વિધાર્થીઓ અને વાલીઓ ના હિત માટે મિનેષ એડવોકેટ કરી છે..



