PANCHMAHALSHEHERA

કલેકટર કચેરી,ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

જન સામાન્યના પડતર પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવા સબંધિત અધિકારીઓને તાકીદ કરાઇ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમાર અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિશ્રીઓના વિવિધ વિષયોને લગતી બાબતો જેવી કે, આવાસ યોજના અમલીકરણ, આરોગ્ય વિષયક સુવિધા, નવા વીજ જોડાણના પ્રશ્નો, પ્રોપર્ટીકાર્ડ અંગેના પ્રશ્નો, પીવાના પાણી અંગેના અને રોડ રસ્તા દુરસ્તીના પ્રશ્નો, બિન ખેતી શરતભંગ સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોના નિવારણ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ જન સામાન્યને સ્પર્શતા વિવિધ વિષયો જેવાં કે પડતર અરજીઓના નિકાલ અંગે, આરોગ્ય વિષયક બાબતો, શ્રમિકો સબંધિત પ્રશ્નો, ઔદ્યોગિક સલામતી, મનરેગા, સ્વામિત્વ યોજના તેમજ અન્ય સબંધિત યોજનાના અસરકારક અમલીકરણ અંગે સકારાત્મક અભિગમથી કામ કરવા તથા ઝડપી અને યોગ્ય નિકાલ કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીઆ, નિવાસી અધિક કલેકટરશ્રી જે.જે.પટેલ, પ્રાયોજના વહીવટદારશ્રી ડી.આર.પટેલ, હાલોલના ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર સહિત સર્વ પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, નગરપાલીકા ચીફ ઓફિસરશ્રી તથા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

 

Back to top button
error: Content is protected !!