ANANDGUJARATUMRETH

ધર્મસ્થાનકમાં ચોરી કરનાર ઝબ્બે: આણંદ LCBએ ઉમરેઠ મંદિર ચોરીનો ભેદ ઉકેલ્યો

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ઉમરેઠ ઓડ બજાર પાસે આવેલા હનુમાનજી મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ અને બાઇક સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસ્વીર: કુંજન પાટણવાડીયા 

ગત તા. ૦૯/૦૩/૨૦૨૬ ના રોજ ઉમરેઠ ઓડ બજાર પરબડી પાસે આવેલા હનુમાનજી મંદિરમાં ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી દરવાજો ખોલીને ​હરસિદ્ધિ માતાજીનું ચાંદીનું મુખારવિંદ,હનુમાનજીની ચાંદીની ગદાની ચોરી કરી હતી. આ અંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૫(ડી), ૩૩૧(૧) મુજબ ગુનો નોંધાયો હતો. હેડ કોન્સ્ટેબલ રણવીરસિંહ મહેન્દ્રસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે, આણંદ બોરસદ ચોકડી પાસેથી એક શંકાસ્પદ મોટરસાયકલ સવારને રોકવામાં આવ્યો હતો.નંબર પ્લેટ વગરના હીરો હોન્ડા સ્પ્લેન્ડર પર સવાર શખ્સ પાસે બાઈકના કાગળો કે મોબાઈલનું બિલ માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેણે ઉમરેઠના મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલ

  • આરોપીનું નામ: કાંતિભાઈ પસાભાઈ ઠાકોર (ઉં.વ. ૪૪, રહે. વટાદરા મોટું ફળિયું, તા. ખંભાત, જિ. આણંદ)
  • કબજે કરેલ મુદ્દામાલ: 1. ચોરી થયેલ ચાંદીની ગદા અને મુખારવિંદ (કિંમત ₹૩૦,૩૦૦) 2. હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિંમત ₹૧૫,૦૦૦) 3. મોબાઈલ ફોન (કિંમત ₹૩,૪૦૦)
  • કુલ મુદ્દામાલ: ₹૪૮,૭૦૦

આ કામગીરીમાં LCB પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટ, પી.એસ.આઈ. આઈ.જે. રાણા, ASI જલમસિંહ, જીલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રણવીરસિંહ, પ્રમેશકુમાર, બહાદુરભાઈ અને દેવેન્દ્રસિંહ જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!