TANKARA:ટંકારાના નેકનામ ગામ નજીક જાહેરમાં કેમિકલયુક્ત પાણી છોડાતા હાહાકાર

TANKARA:ટંકારાના નેકનામ ગામ નજીક જાહેરમાં કેમિકલયુક્ત પાણી છોડાતા હાહાકાર
મોરબીના ટંકારા તાલુકાના નેકનામ ગામ નજીક જાહેરમાં કેમિકલયુક્ત પાણીના નિકાલનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. નેકનામ ગામ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેમિકલવાળું ઝેરી પાણી છોડવામાં આવતું હોવાથી પશુપાલકો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જાગૃત નાગરિકે વિડીયો ઉતારી પોલ ખોલી છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ચોરી-છૂપીથી કેમિકલયુક્ત પાણી છોડવાની ફરિયાદો ઉઠતી હતી, પરંતુ આજે એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લેતા ફેક્ટરી સંચાલકોની કરતૂત ખુલ્લી પડી છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે ટેન્કર દ્વારા ખુલ્લી જગ્યામાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની કડક જોગવાઈઓ હોવા છતાં ફેક્ટરી સંચાલકો બેફામ બનીને જાહેરમાં કેમિકલ છોડી રહ્યા છે. શું તંત્ર આ વિડીયો પુરાવાને આધારે સાનવી ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરશે કે પછી મામલો દબાવી દેવામાં આવશે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.










