ગોધરા ના ગીદવાણી રોડ ઉપર આવેલ ભારત એન્ટર પ્રાઈઝ ના ખાદ્ય તેલ ના જથ્થા બંધ વ્યાપારી પેઢી ઉપર GST ટીમ દ્ધારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું.

ગોધરા
નિલેશભાઈ દરજી ગોધરા
ગોધરા :
ગોધરા ના સ્ટેશન રોડ ઉપર આવેલ ખાદ્ય તેલ અને ઘી ના જથ્થા બંધ વેપાર કરનાર ભારત એન્ટર પ્રાઈઝ નામની પેઢી ઉપર આજ સવાર માં જી.એસ.ટી. અધિકારીઓ ની ટીમ દ્ધારા સર્ચ ઓપરેશન હાથ ધરતા સ્ટેશન રોડ ઉપર આવેલા ધંધાકીય સામ્રાજયો માં GST ના આગમન ની ખબરો સાથે જ એક પ્રકાર નો સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો ભારત એન્ટર પ્રાઈઝ પેઢી ના જથ્થા બંધ ખાદ્ય તેલ ના વ્યાપારો સંદર્ભ માં GST ટીમ દ્ધારા હાથ ધરવામાં આવેલ સર્ચ અભિયાન ની કામગીરી ઓ મોડી સાંજ સુધી ચાલુ રહી હતી જો કે GST ટીમ નું આ સર્ચ ઓપરેશન બપોર બાદ હળવા મૂડમાં હોય એવુ દેખાતા વ્યાપારીઓ માં અંતે હાશકારો અનુભવ્યો હોય એવી ચર્ચાઓ ઉભી થવા પામી હતી..
GST વિભાગ દ્વારા તેલનાં વેપારીના ત્યાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ભારત એન્ટરપ્રાઇઝ નામના વેપારીના ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના કારણે આજુબાજુના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.ગોધરા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં મોટાપાયે વેપારીઓ પોતાના ધંધાકીય ક્ષેત્રમાં સંકળાયેલા છે ત્યારે આજરોજ ગોધરા શહેરના જીએસટી વિભાગ દ્વારા ભારત એન્ટરપ્રાઇઝ નામની વેપારીને ત્યાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા આજુબાજુના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ભારત એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં જીએસટી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા મોટાપાયે કરચોરી બહાર આવે તેવી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે.ગોધરા શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ ભારત એન્ટરપ્રાઇઝ નામની ખાદ્ય તેલ તેમજ વનસ્પતિ અને ઘી ના જથ્થાબંધ વેપારીને ત્યાં જીએસટી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવતા મોટાપાયે કરચોરી બહાર આવે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.





