દાહોદ સબ જેલ ડોકી ખાતે જેલ બંદીવાનોએ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સાથે પ્રાકૃતિક રંગોથી હર્ષો ઉલ્લાસ અને ધામધૂમથી ઉજવણી કરી
દાહોદ સબ જેલમાં સ્થાનિક પરંપરા મુજબ ધુળેટીની ઉજવણી કરવામાં આવી

તા.૦૫.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સબ જેલ ડોકી ખાતે જેલ બંદીવાનોએ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સાથે પ્રાકૃતિક રંગોથી હર્ષો ઉલ્લાસ અને ધામધૂમથી ઉજવણી કરી
દાહોદ સબ જેલમાં સ્થાનિક પરંપરા મુજબ ધુળેટીની ઉજવણી કરવામાં આવી
દાહોદ સબ જેલમાં ધુળેટીના તહેવાર નિમિત્તે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની ઉપસ્થિતમાં સ્થાનિક પરંપરા મુજબ કેસુડાના ફુલોના કલરમાં અન્ય પ્રાકૃતિક કલર મેળવીને ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જેલના અધિક્ષક એમ.એલ.ગમારાનાઓએ જણાવ્યું કે, દાહોદ સબ જેલમાં દરેક ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આજ રોજ ધુળેટીનો તહેવાર હોય કેદીઓએ આ તહેવારની ઉજવણી થી બાકત ન રહે તે માટે પ્રાકૃતિક રંગો જેલના બંદિવાનો દ્વારા તૈયાર કરાવી ધારાસભ્યની હાજરીમાં ઉજવણી કરવામાં આવી.ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનાઓએ આ પ્રસંગે અનુરૂપ જણાવેલ કે, અમારા મુળ નિવાસીનો આ સૌથી મોટો તહેવાર હોય ખુબ જ ધામધુમથી અને પરંપરા અનુસાર ઉજવણી કરીએ છીએ. તેઓએ કેસુડાના ફુલથી તૈયાર કરવામાં આવેલ રંગોના ગુણ વિશે જાણકારી આપેલ. વધુમાં તેઓને જણાવેલ કે, દાહોદ જિલ્લાના દરેક ઘરે-ઘરે વાલોર પાપડીનું શાક બનાવીને ખાવામાં આવે છે, જેના કારણે આખા વર્ષ દરમિયાન તંદુરસ્તી સારી રહે છે. આજરોજ જેલની અંદર ખોરાકની ચકાસણી કરતા વાલોર-પાપડીનું શાક બંદીવાનો માટે બનાવવામાં આવ્યું.કેદીઓને જેલ પ્રશાસન તરફથી આપવામાં આવતો ખોરાક જોઈ સંતોષ વ્યક્ત કર્યું તેઓને જેલના મુસ્લિમ બંદિવાનોને પણ પવિત્ર રમજાન માસની શુભેચ્છા પાઠવી હતી.અને રમજાન માસમાં રોજા કરતા મુસ્લિમ બંદિવાનોને આપવામાં આવતી સવલતની જાણકારી મેળવી હતી. બંદિવાનો તથા સ્ટાફ કર્મચારીઓએ ધારસભ્યની સાથે આદિવાસી પરંપરા મુજબ ટીમલીના તાલે નૃત્ય કરેલ અને કેસુડાના કલરથી ધુળેટીની ઉજવણી કરેલ હતી





