વિજાપુર રોટરી ક્લબ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના સહયોગ થી જૈન આચાર્ય યોગનિષ્ઠ શ્રીમદ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ ની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે જૈન લોકડાયરો યોજાયો

વિજાપુર રોટરી ક્લબ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના સહયોગ થી જૈન આચાર્ય યોગનિષ્ઠ શ્રીમદ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ ની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે જૈન લોકડાયરો યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રોટરી ક્લબ હોલ ખાતે રોટરી કલબ દ્વારા જૈન આચાર્ય યોગ નિષ્ઠ શ્રીમદ્ બુધ્ધિ સાગર સુરીશ્વરજી મહારાજ ની ૧૫૦ મી જન્મ જયંતી નિમિતે લોક ડાયરા નો કાર્યક્રમ યોજાયો હતો. જૈન આચાર્ય યોગ નિષ્ઠ બુધ્ધિ સાગર સુરિશ્વર મહારાજ નુ જન્મ ૧૫૦ વર્ષ પૂર્વે કડવા પાટીદાર શિવા ભાઈ પટેલ ને ઘેર જન્મ લીધો હતો.તે સમયે તેમનું નામ બહેચર દાસ પટેલ હતુ જૈન શ્વેતાંબર આચાર્ય રવિ સુરી સાગર મહારાજ ના પ્રભાવ મા આવ્યા બાદ શ્વેતાંબર જૈન ધર્મ ની દીક્ષા બાદ તેઓ બુધ્ધિ સાગર મહારાજ ના નામથી જાણીતા બન્યા હતા.જેમના જન્મ ની ૧૫૦ મી વર્ષગાંઠ ની ઉજવણી રોટરી કલબ હોલ ખાતે કરવા મા આવી હતી.ઉજવણી શરૂઆત મા શ્રીમદ્ બુધ્ધિ સાગર મહારાજ ના ફોટો સમક્ષ દીપ પ્રાગટ્ય કરી ને સહ વંદના શરૂ કરવા મા આવી હતી.જ્યારે લોક ડાયરાના કલાકાર સુખદેવ ગઢવી અને સાથી કલાકારોએ ડાયરા મા ભારે રમજટ બોલાવી હતી.આ પ્રસંગે ડો , સી. જે. ચાવડા, એ. પી. એમ. સી ચેરમેન કાન્તીભાઈ પટેલ, રોટરી પ્રમુખ સંજય પટેલ, ચેરપર્સન શામજી ભાઈ ગોર, સેક્રેટરી પ્રિતેશ પટેલ, એમ.ડી.પરેશ પટેલ, ખજાનચી રમેશભાઈ
પટેલ,પી.બી.પટેલ,શાન્તિલાલ જૈન,મનોજ પટેલ,મહેન્દ્રભાઈ પટેલ, એ. આર. પટેલ,ધર્મેન્દ્ર પટેલ,જગદિશ પંચાલ, સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





