BANASKANTHAGUJARATKANKREJ

થરાના જૈન શ્રેષ્ઠિ દેવ શાહે પાલીતાણાની છ’ગાઉ યાત્રા પરીપૂર્ણ કરી.

ધર્મનગરી કહેવાતા થરાના જૈન પરિવરના માત્ર ૧૧ વર્ષની નાની ઉંમરમા દેવ સંજયભાઈ કિરીટભાઈ પાંચાણી (શાહ) એ પાલીતાણા ની

થરાના જૈન શ્રેષ્ઠિ દેવ શાહે પાલીતાણાની છ’ગાઉ યાત્રા પરીપૂર્ણ કરી.
  જૈનોના આસ્થાનું કેન્દ્ર પાલીતાણા મહાતીર્થે રવિવારે ભારત ભરમાંથી છ’ગાઉ યાત્રાર્થે ભાવિકો લાખોની સંખ્યામાં પધારેલ ત્યારે ઓગડ તાલુકાના મુખ્ય મથક અને ધર્મનગરી કહેવાતા થરાના જૈન પરિવરના માત્ર ૧૧ વર્ષની નાની ઉંમરમા દેવ સંજયભાઈ કિરીટભાઈ પાંચાણી (શાહ) એ પાલીતાણા ની છ’ગાઉ યાત્રા પગપાળા ચાલીને કરેલ.જેમાં નવ હજાર થી અધિક પગથિયાં છે.જીવન માં પ્રથમવાર આ યાત્રા કરેલ ત્યારે દેવ શાહને ૨ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ.માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્ન શેખરસૂરીશ્વરજી મહારાજા ના શિસ્ય રત્ન પરમ પૂજ્ય મુનિ રાજશ્રી નયશેખર મહારાજ સાહેબે પણ અનુમોદના કરી આશીર્વાદ પાઠવેલ.દિન પ્રતિદિન ખૂબ ધર્મ આરાધના થકી જીવન ધન્ય બને એવી શુભકામનાઓ પાઠવેલ. ગુરૂજનો,માતા-પિતા અને દાદા-દાદી ના સતત ધર્મ આરાધના કરવાના સંસ્કાર પ્રાપ્ત થાય છે.નાની ઉંમરમાં જીવનમાં ખૂબ ધર્મ આરાધના સાથે તપસ્યા કરેલ છે.નિત્ય પરમાત્માની પૂજા-સેવા અને પાઠશાલા વિગેરે દરોજ જવું તે નિયમ છે.સ્કૂલમા અભ્યાસ દરમ્યાન વધુ પરિશ્રમ કરી સ્પર્ધાઓમા ભાગ લઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે.કબડ્ડીમા અલગ-અલગ જિલ્લાઓમાં ખૂબ સારી નામના પ્રાપ્ત કરી છે અને ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યા છે.આ છ’ગાઉ ની યાત્રા અર્થે ભારત ભરમાંથી યાત્રાર્થે પધારેલા સાધુ-સાધ્વીજી ભગવંતો આ યાત્રામાં જોડાય છે.આ યાત્રાના અવસરે સમગ્ર યાત્રિકોનાં ચરણ પખાળીને તેમનું સંઘપૂજન કરવામાં આવે છે.આ પ્રસંગે પ્રેમરત્ન માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ખૂબ ખૂબ અનુમોદના કરવામાં આવેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!