જેૈનમ જયતિ શાસનમ

૨૦મી ફેબ્રુઆરી શુક્રવારના રોજ પાટણવાવ જિનાલય ખાતે ધ્વજારોહણ વિધિ થશે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આગામી તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ને ફાગણ સુદ-૩ શુક્રવારના રોજ ઢંકગિરિ શ્રી સિદ્ધચક્ર યંત્રમય જિનાલયની ૧૬મી તથા ઓસમ પર્વત પર વિશ્વનું સૌ પ્રથમ શાંતિસ્નાત્રમય જિનાલયની ૧૧મી અને ઋષભકૂટ જિનાલયની ૯મી ધ્વજારોહણ વિધિ નો કાર્યક્રમ યોજાનાર છે.
આ પ્રસંગે પ.પૂ. આચાર્યદેવ શ્રી મતિચંદ્રસાગર સૂરીશ્વરજી, મ.સા. પ.પૂ. મુનિરાજ શ્રી શ્રુતચંદ્રસાગરજી મ.સા. શ્રમણી વૃંદમાં ઢંકગિરિ તીર્થોધ્ધારિકા ‘‘સાધ્વી રત્ન’’ પ.પૂ. ચારૂવ્રતાશ્રીજી મ.સા.ના શિષ્યા પ્રશિષ્ય સા. ગીતવ્રતાશ્રીજી મ.સા. તથા અર્હમવ્રતાશ્રીજી મ.સા. આદિ ઉપસ્થિત રહેશે.
આ ધ્વજારોહણવિધિ સમારોહ સવારે ૮.૦૦ વાગ્યે નવકારશી, ૮.૩૦ કલાકે ગિરિરાજ ઉપર ધ્વજારોહણ, સવારે ૯.૦૦ કલાકે સિદ્ધચક્રયંત્રમય જિનાલયમાં સત્તરભેદી પૂજા, ધ્વજાની વિધિ તથા બોલી શરૂ થશે. બપોરના ૧૨.૩૦ કલાકે સ્વામિવાત્સલ્યના લાભાર્થી શ્રી નગીનદાસ વલ્લભદાસ શાહ હ. મનોજભાઈ (મુંબઈ)રહેશે. આ કાર્યક્રમમાં શ્રાવકો અને શ્રાવિકાઓને ઉપસ્થિત રહેવા ઓસમ જૈન ટેમ્પલ ટ્રસ્ટ પાટણવાવ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦






