વિજાપુર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ અપંગ લોકો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો 500 થી વધુ અપંગ દિવ્યાંગ લાભાર્થીઓ એ નોંધણી કરાવી
વિજાપુર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ અપંગ લોકો માટે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો
500 થી વધુ અપંગ દિવ્યાંગ લાભાર્થીઓ એ નોંધણી કરાવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ અપંગ લોકો માટે સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અને સહાય માટે જીલ્લા સંસદ સભ્ય હરીભાઈ પટેલ દ્વારા સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ મા નોંધણી નુ આયોજન કરવા મા આવ્યું હતુ. જેમાં જીલ્લા સામાજિક સુરક્ષા વિભાગના કર્મચારીના સહકાર થી તાલુકા માંથી 500 થી વધુ અપંગ દિવ્યાંગ લોકો એ લાભ માટે નોંધણી કરાવી હતી . જે માટે ધારાસભ્ય સી.જે ચાવડાએ હાજરી આપી વ્યવસ્થા કરી આપી હતી. જેમાં નોંધાયેલ દિવ્યાંગ અને અપંગો ને સરકારી યોજના ના વિવિધ લાભો માટે નક્કી કરેલ કીટ અને સાધનો ની સહાય લાભ નોંધાયેલ અપંગો દિવ્યાંગ લોકો ને આપવા મા આવશે. જેમાં શારીરિક દિવ્યાંગ લોકો માટે ટ્રાયસીકલ મોટર રાઇજ ટ્રાય સીકલ કેલીપર્સ ઘોડી વોકર શ્રવણ મંદ દિવ્યાંગ માટે હિયરિંગ એઇડ અંધજન દિવ્યાંગ માટે ફોલ્ડિંગ સ્માર્ટ સ્ટીક મોબાઈલ રેકોર્ડર બ્રેઈલ કીટ માનસિક દિવ્યાંગ માટે એમ એસ આઈ ડી કીટ માટે જરૂરી પુરાવા સાથે હાજર રહી નોંધણી કરવા મા આવી હતી. જેમાં જે લોકો ના જરૂરી પુરાવા રજૂ કરતાં દિવ્યાંગ લોકો નુ રજીસ્ટ્રેશન કરી લાભો આપવા મા આવ્યા હતા.