હિંમતનગર રેલવે સ્ટેશન પર આવેલ જયપુર-અસારવા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાંથી રૂપિયા ૨૫ લાખ રોકડા મળતા ચકચાર મચી ગઈ છે.
હિંમતનગર રેલવે સ્ટેશન પર આવેલ જયપુર-અસારવા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાંથી રૂપિયા ૨૫ લાખ રોકડા મળતા ચકચાર મચી ગઈ છે.
હિંમતનગર રેલવે સ્ટેશન પર આવેલ જયપુર-અસારવા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાંથી રૂપિયા ૨૫ લાખ રોકડા મળતા ચકચાર મચી ગઈ છે. પોલીસે રકમ જપ્ત કરી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, હિંમતનગર રેલવે પોલીસે નિયમિત ચેકિંગ દરમ્યાન ટ્રેનના જનરલ કોચમાં એક થેલામાં મોટી રકમ મળી આવી હતી. થેલામાં કુલ રૂપિયા ૨૫ લાખના નવા નોટોના બંડલ મળ્યા હતા. નોટોના બંડલ પર યુનિયન બેંક ઓફ ઇન્ડિયા લખેલું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ રકમ જયપુરની હોવાની શક્યતા છે. હાલ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે મળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ મથકના અધિકારીઓએ જણાવ્યું હતું કે, નોટોના બંડલ સીલ કરેલા હતા અને તેના ઉપર બેંકના સીલ નંબર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. હવે આ રકમ કઈ રીતે અને શા માટે ટ્રેનમાં મૂકવામાં આવી તે અંગે તપાસ ચાલુ છે.
◊
આ રકમને કાયદેસરની ગણાવી શકાય તે માટે બેંક તથા અન્ય સંસ્થાઓ પાસેથી માહિતી મંગાવવામાં આવી છે.
મેહુલ પટેલ