GUJARATKUTCHMANDAVI

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મુંદરા  તાલુકા દ્વારા ઝરપરા હાઇસ્કૂલ  ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા ૨૯, જાન્યુ : કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દિપપ્રાગટ્ય કરી કરવામા આવી હતી ત્યારબાદ મહેમાનોનો સ્વાગત કરવામા આવ્યુ. કાર્યક્રમનુ પ્રાસંગીક આશાનંદ ગઢવીએ આપ્યુ હતુ. કાર્યક્રમના મુખ્ય અતિથિ – મુખ્ય શિક્ષક સંવર્ગ જિલ્લા સંગઠન મંત્રી નારણભાઇ ગઢવીએ પ્રેરક વકતવ્ય આપ્યુ હતુ. આ કાર્યક્રમના મુખ્ય વક્તા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સરકારી માધ્યમિક વિભાગના અધ્યક્ષ શ્રી મુરજીભાઈ ગઢવીએ સ્વામી વિવેકાનંદ અને સુભાષ ચંદ્ર બોઝના જીવન-કવનની ઝાખી રજૂ કરી શિક્ષકોને શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવા આહવાન કર્યું હતું તથા માત્ર હક નહિ પણ ફરજ ને પ્રાધાન્ય આપી રચનાત્મક કાર્યો કરતા શિક્ષક સંગઠનની ગતિવિધિની માહિતી આપી હતી.આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા કોષાધ્ક્ષ વાલજીભાઇ મહેશ્વરી, જિલ્લા મહિલા સહમંત્રી નિધીબેન રાજગોર, તાલુકા મહામંત્રી કલ્યાણ ગીલવા, તાલુકા મહિલા પ્રતિનિધિ હેતલબેન ઉમરાણીયા, ઝરપરા હાઇસ્કુલના આચાર્ય શ્રી મેઘરાજ ટાપરિયા  સહિત તાલુકાના પ્રાથમિક સંવર્ગ, ગ્રાંટેડ સંવર્ગ તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના શિક્ષકો બહોડી સંખ્યામાં જોડાયા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પુનશીભાઈ ગઢવી અને આભારવિધિ હિરજીભાઇ  ભરાડીયાએ કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!