ઓગડ તાલુકાના થરા ખાતે જલારામ બાપાનિ ૨૨૬ મી જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા નીકળી……
શ્રી ગોકુલિયા ગોગા મહારાજ ગોકુલ નગર સોસાયટી થી ભવ્ય શોભાયાત્રા ઢોલ નગારા અને બેન્ડવાજા સાથે

ઓગડ તાલુકાના થરા ખાતે જલારામ બાપાનિ ૨૨૬ મી જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા નીકળી……
સૌરાષ્ટ્ર્ની ભુમી એટલે સંત અને સુરોની ભુમી જયાં નામી અનામી સંતોએ અઘોર ભકિત કરી ભગવાનના સાક્ષાત દર્શન કર્યા. સૌરાષ્ટ્રની ધરતીને પાવન કરી છે. જેમાં ભકત નરસિંહ મહેતા, શેઠ શગાળશા તદુપરાંત રાજકોટ જિલ્લાના નાનક્ડા વીરપુર ગામે શ્રી જલારામ નામના ભક્તની અઘોર ભકિત થકી ભગવાનના સાક્ષાત દર્શન કરી ઝોળી અને ધોકો શ્રી જલારામને હાથો હાથ દઈ ભગવાન અદ્રશ્ય થયેલ. આજના આ પવિત્ર દિવસેજેમનો જન્મ થયેલો!! જેના પડઘા કાંકરેજ તાલુકાના થરામાં પડતાં કાંકરેજ તાલુકાના રઘુવંશી પરીવારના ભાઈઓ બહેનો બાળકો વિગેરે સંતશ્રી જલાબાપુ ની અહલેક જગાવેલ દર વર્ષની જેમ ચાલુ વર્ષે સવંત ૨૦૮૨ ના કારતક સુદ ૭ ને શુક્રવાર તા.૨૯-૧૦-૨૦૨૫ ના રોજ શ્રી જલારામ બાપાની ૨૨૬ મી જન્મ જયંતિ નિમિતે સવારે ૯.૧૫ ક્લાકે શ્રી ગોકુલિયા ગોગા મહારાજ ગોકુલ નગર સોસાયટી થી ભવ્ય શોભાયાત્રા ઢોલ નગારા અને બેન્ડવાજા સાથે શ્રી જલારામ બાપની મૂર્તિ સાથે રથમાં બેસવાના લાભાર્થી જીવરાણી વર્ધીલાલ ડામરલાલ પરિવાર સાથે રથમા બેસી દેશી લોહાણા મહાજન થરાના પ્રમુખ ગૌરવ નટવરલાલ કોટક,ઘી થરા વિભાગ નાગરીક શરાફી સહકારી મંડળી લિ.,થરાના ચેરમેન અરવિંદભાઈ ઠક્કર,સતિષભાઈ પટેલ,રામ-લક્ષ્મણની જોડી સમાન હર્ષદભાઈ-નીરંજનભાઈ, રાજુ લાટી,વિજયભાઈ ટેસ્ટી, રાજુ નીલકંઠ મેડિકલ,શ્રીહનુમાન દાદાના સેવક મિતુલ ઠક્કર પ્રહલાદભાઈ ઠક્કર ઉણ, દુગ્રારાસણ શાળાના કુલદીપભાઈ ઠક્કર,વાલપુરા પૂર્વસરપંચ નવીનભાઈ ઠક્કરની ઉપસ્થિતિ મા નિક્ળેલ જે તાણાં રોડ થઈ હાઈવેસ્થિત બહુચર માતાજી મંદિરે પહોંચેલ ત્યાં પુજારી ગોસ્વામી મુકેશભારથી સોમભારથી એ સ્વાગત કરી શ્રી જલારામ બાપુની આરતી ઉતારી માતાજીના ચાચરચોકમાં ગરબા રમી શોભાયાત્રા માર્કેટયાર્ડ ગરનાળે,પોલિસ સ્ટેશન થઈ નિજ મંદિરે પહોચેલ ત્યારે પૂજન વિધિના લાભાર્થી ઠક્કર ધિરજકુમાર દલસુખરામ પરિવાર ભદ્રેવાડી દ્વારા પૂજન અર્ચન કરાવેલ. અનેક દાતાઓએ ચડાવાનો લાભ લઈ રોકડ રકમ આપી સહભાગી થયા હતા. સાંજે આરતી પૂજન કરી ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા. કાંકરેજ તાલુકાના રઘુવંશિ પરીવારના ભાઈઓ,બહેનો, તેમજ બાળકો તન મન અને ધનથી આ શોભાયાત્રામાં જોડાયેલ.
નટવર.કે પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦





