
કેશોદ ખાતે સંત શિરોમણી જલારામ બાપાની 226 મી જન્મ જયંતી આજરોજ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. કેશોદમાં જલારામ જયંતિ ની ઉજવણી કરવા માટે વેપારીઓ, અલગ-અલગ મિત્ર મંડળો ,જલારામ મંદિર ,લોહાણા મહાજન ,રઘુવંશી સોશિયલ ગ્રુપ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા કેશોદમાં બેનરો, ધજા પતાકા, કમાનો સિરીઝ વગેરે દ્વારા ઝળહતું કરવામાં આવેલ હતું વરસાદી વાતાવરણમાં પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ જલારામ મંદિથી ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા સંગઠન, ગોપી ગૌ સેવા ટ્રસ્ટ, આઝાદ ક્લબ વગેરે ના સહકારથી બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર થી કાઢવામાં આવી હતી જલારામ જયંતીના દિવસે મહા આરતી બાદ જલારામ મંદિર થી શોભાયાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમ નગર પાલિકા પ્રમુખ સહિત આગેવાનો જોડાયા હતા જે કેશોદના મુખ્ય માર્ગો પર થી પસાર થઈ હતો જેમાં મોટી સંખ્યામાં સર્વ જ્ઞાતિના લોકો જોડાયા હતાં તેમજ વિવિધ એનજીઓ પણ આ શોભાયાત્રામાં જોડાઈ અભિવૃદ્ધિ કરેલ બપોરે ચાર વાગે અન્નકુટ દર્શન તથા અન્નકૂટ આરતી જલારામ મંદિરે રાખવામાં આવેલા ભક્તો દ્વારા અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો આ ઉપરાંત શ્રી લોહાણા મહાજન વાડી ખાતે જ્ઞાતિ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવેલી હતી જ્યારે જલારામ મંદિરે જ્ઞાતિ તથા સર્વ જ્ઞાતિ માટે અન્નકુટ પ્રસાદ ભોજન રાખવામાં આવેલ છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





