
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
સમસ્ત આદિવાસી સમાજના કાર્યકર્તાઓ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ઠેર ઠેર અનાજ કરિયાણાનું વિતરણ કરી દિવાળીનું પર્વ ઉજવ્યા બાદ જલારામ જયંતિ નિમિત્તે પણ વિધવા માતાઓને અનાજ આપી જલારામ જયંતિ સાર્થક રીતે ઉજવ્યાનો આનંદ માણ્યો હતો.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે જલારામ બાપા વિશ્વ વંદનીય વિભૂતિ છે.એ અમારા જેવા અનેક યુવાનો માટે આદર્શ રહ્યા છે અને અમને નાનપણથી હંમેશા ઈચ્છા રહી છે કે જિંદગીમાં જલારામબાપા જેટલાં સારા કામો તો નહીં કરી શક્યે પણ પોતાની કેપિસિટી અનુસાર શક્ય એટલા સારા કામો કરવાની જલારામ બાપા શક્તિ આપે એવી આજીવન પ્રાર્થના કરતા આવેલ છીએ.આ કામમાં અમારી ટીમનો ખુબ સારો સહકાર પ્રાપ્ત થતો આવેલ છે.આ સેવાકાર્યમાં નિવૃત ખેતીવાડી અધિકારી ધનસુખભાઈ અને એમના સુપુત્ર તુષારભાઈ દ્વારા 10 જેટલા અનાજ કરિયાણાના પેકેટ આપવામાં આવેલ છે,ધીરે ધીરે સેવાભાવી લોકો અમારી ટીમની સેવાભાવના જોઈને જોડાઈ રહ્યા છે અને સીધી અથવા આડકતરી રીતે મદદરૂપ થઇ રહ્યા છે એનો આનંદ છે.



