GUJARATMORBIMORBI CITY / TALUKO
Halvad- હળવદના સાપકડા ગામે ખાણ ખનીજ વિભાગની આકસ્મિક રેઈડ

Halvad- હળવદના સાપકડા ગામે ખાણ ખનીજ વિભાગની આકસ્મિક રેઈડ
મોરબી જીલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરને જીલ્લામાં મળતી વિવિધ ખનીજચોરી બાબતની ફરિયાદ અરજીઓ અન્વયે આકસ્મિક તપાસ(રેડ) કરવા અંગેની સૂચના આપતાં કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા હળવદ તાલુકાના સાપકડા ગામ નજીક આકસ્મિક રેડ કરવામાં આવેલ હતી. દરોડા દરમિયાન ખાણ ખનીજ વિભાગ ટીમ દ્વારા સ્થળ ઉપરથી એક સેની કંપનીના એક્સકેવેટર મશીન મોડેલ SY210c9 નંબર 21SE21A0113011ને પકડી લેવામાં આવ્યું હતું, આ મશીન માલીક યુવરાજ રણજીતભાઈ ખેર રહે.મેરૂપર, તા.હળવદવાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે હાર્ડ મોરમ ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ સ્થળેથી પકડેલ એક્સકેવેટર મશીન સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન- હળવદ ખાતે મૂકાવી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરેલ છે.










