GUJARATJUNAGADHKESHOD

કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું હતું

કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું હતું

જલારામ મંદિર નાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબારનાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા  નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ માં  અત્યાર સુધીમાં  320 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 22831 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે.આજરોજ યોજાયેલા  કેમ્પની  શરૂઆત  કેમ્પમાં પ્રસાદ ભોજન દાતા નિવૃત્ત મામલતદાર એચ. જી. ત્રિવેદી સાહેબ ,જલારામ મંદિર નાં ટ્રસ્ટી  દિનેશ કાનાબાર, રમેશભાઈ, ભૂપેન્દ્ર જોશી , ભારત વિકાસ પરિષદ નાં પ્રમુખ મહાવીર સિંહ જાડેજા, ડો સ્નેહલ તન્ના પરિતોષ પટેલ. ડો ભૂમિ વણપરિયા, ભીમભાઈ, રફીક મહીડા, શંભુભાઈ પાંચા,ણી હેમંત ઘેરવરા, મોહનભાઈ ઘોડાસરા, ડો નિકિતા પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં  આવેલ આ નેત્ર નિદાન કેમ્પમાં 300   જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 68 દર્દીઓ ને બસ દ્વારા  ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતાં. હોમીયોપેથી ડોકટર નિકિતા પટેલ દ્વારા 260 દર્દીને અવરનેસ અને 36 દર્દીને દવા આપેલ હતી આ ઉપરાંત નેચરોથેરાપી ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા સાંધા વા ઘૂંટણના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી દર્દીઓને માર્ગદર્શન માધાભાઇ બોરીચા, ભગવતસિંહ દ્વારા આપવામાં દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, પરમાર સાહેબ દ્વારા કરવામાં આવેલ

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!