હડાદ પોલીસ સ્ટેશન માં ઝાંબાજ મહીલા પી.એસ.આઇ મુકાયાં. ફરજ સર્વોપરી
2 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
હાલ તબક્કે બનાસકાંઠા માં મોટા ભાગનાં પોલીસ સ્ટેશનો જ પી.એસ.આઇ નાં હતાં તેઓ ને અપગ્રેડ કરી પી.આઇ નાં એટલેકે પોલીસ ઇન્સપેક્ટર નાં કરી દેવાયા છે. એટલુંજ નહીં હાલ માં દાંતા તાલુકા ને પોલીસ નું ડિવીઝન વાળુ મથક બનાવાયુ છે. જ્યાં હાલ તબક્કે આઇ.પી.એસ અધીકારી ની નિમણુંક કરવામાં આવેલી છે. ત્યારે દાંતા તાલુકા ના હડાદ ગામનાં પોલીસ સ્ટેશન હજી પી.એસ.આઇ નું પોલીસ સ્ટેશન છે. ને સમગ્ર વિસ્તાર મહત્તમ આદીવાસી વિસ્તાર છવાયેલો છે. ત્યારે તેવા પી.એસ.આઇ નાં પોલીસ સ્ટેશન માં ઝાંબાજ લેડી પી.એસ.આઇ જયશ્રી બેન આર દેશાઇ ની પસંદગી કરવામાં આવી છે. જોકે આ મહીલા પી.એસ.આઇ જયશ્રી બેન દેશાઇ તેઓ ને સુરત નાં પાંડેસરા વિસ્તાર માંથી બનાસકાંઠા ના હડાદ ગામે પી.એસ.આઇ તરીકે પોસ્ટીંગ કરવામાં આવ્યુ છે. મહત્તવ ની બાબતતો એ છે કે આ મહીલા પી.એસ.આઇ સુરત નાં પાંડેસરા માં ખુબ સારી કામગીરી કરી પ્રસંશા મેળવેલી છે. આ પી.એસ.આઇ જયશ્રીબેન દેશાઇએ સુરત માં હત્યા ના એક આરોપી ને પકડવાં હૈદરાબાદ પહોંચ્યા હતા. ને સાત વર્ષ જુના હત્યા નો કેસ ઉકેલ્યો હતો. જયશ્રી બેન દેશાઇ એક હિન્દુ અધીકારી હોવા છતા જાત પાત છોડી પોતાની ફરજ માટે હૈદરાબાદ માં સતત પાંચ દિવસ બુરખો પહેરી ને હત્યા નાં આરોપી ને ઝડપવાની તજવીજ હાથ ધરી હતી જેમાં તેમને સફળતાં પ્રાપ્ત થતાં હત્યા નો ભેદ ઉકલ્યો હતો.એવા મહિલા અઘિકારી મે દરેક સમાજ સેલ્યુટ કરે છે ને હાલ માં આ જયશ્રી બેન દેસાઇ ને હડાદ પોલીસ સ્ટેશન માં પી.એસ.આઇ તરીકે નું પોસ્ટીંગ મળતાં સમગ્ર ગામ જનો પણ ખુશી ની લાંગણી વ્યક્ત કરી રહ્યા છે.