GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલના જામ્બુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્રને મળી નવી એમ્બ્યુલન્સની ભેટ

 

પંચમહાલ ગોધરા

રાગીનીબેન દરજી શહેરા

*> રૂપિયા ૧૪.૮૯ લાખના ખર્ચે વસાવવામાં આવેલી એમ્બ્યુલન્સ જામ્બુઘોડા તાલુકાના નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે*

 

*> જિલ્લા પંચાયત પ્રમુખ,જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં એમ્બ્યુલન્સનું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાયું*

 

 

જાહેર આરોગ્યની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે પંચમહાલના જામ્બુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માટે આજે નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર કચેરી,પંચમહાલ ખાતેથી કરવામાં આવ્યું હતું. રૂ.૧૪.૮૯ લાખના ખર્ચે વસાવવામાં આવેલી એમ્બ્યુલન્સ જામ્બુઘોડા તાલુકાના નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, જિલ્લા કલેક્ટર શ્રી અજય દાહિયા , જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એમ. દેસાઈ , જિલ્લા અગ્રણી શ્રી મયંકભાઈ દેસાઈ અને જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી ભારતીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામીત, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે,તાકીદની સેવાઓ માટે મહત્વનું કદમ ગણાતી આ એમ્બ્યુલન્સ જામ્બુઘોડા તાલુકા અને આજુબાજુના અંતરિયાળ વિસ્તારો માટે જીવનરક્ષક સાબિત થશે. ખાસ કરીને કટોકટીનો સમય જેવા કે રોડ અકસ્માત, હાર્ટ એટેક કે ગંભીર ઈજાના સમયે દર્દીને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડી શકાશે. ડિલિવરીના કિસ્સામાં સગર્ભા મહિલાઓને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવાશે.સાપ કે અન્ય ઝેરી જંતુ કરડવાના કિસ્સામાં ત્વરિત સારવાર માટે ઉપયોગી થશે.ગંભીર દર્દીઓને વધુ સારી સારવાર માટે એક હોસ્પિટલથી બીજી હાયર સેન્ટર હોસ્પિટલમાં એડવાન્સ લાઈફ સપોર્ટ સાથે સ્થળાંતરિત કરવામાં મદદરૂપ થશે.

 

Back to top button
error: Content is protected !!