હાલોલ- નવરાત્રીને તહેવારને લઈને પાવાગઢ પગપાળા આવતા યાત્રાળુઓને રેડીયમ સ્ટિકર લગાવતી જાંબુઘોડા પોલીસ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૯.૨૦૨૪
આગામી તા.૩/૧૦/૨૦૨૪ ના રોજથી આસો નવરાત્રીનો આરંભ થનાર છે અને મધ્યપ્રદેશ તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યા માં પગપાળા યાત્રાળુ પાવાગઢ માતાજીના દર્શનાર્થે આવતા હોય છે.તેમજ નવરાત્રી ના ૧૦ દિવસ સુધી બોડેલી થી હાલોલ હાઈવે રોડ ઉપર થી રાતદિવસ યાત્રાળુઓ ની આવજાવ વધુ રહેતી હોય છે. તેને ધ્યાનમાં લઈ જાંબુઘોડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ પી.આર ચૂડાસમાં દ્વારા આગામી નવરાત્રી તહેવાર સંદર્ભે જાંબુઘોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ બોડેલી થી હાલોલ જતા નેશનલ હાઈવે રોડ ઉપર યાત્રાળુઓની સુવિધા માટે તેમજ મધ્યયપ્રદેશ તથા અન્ય જીલ્લામાથી પગપાળા પાવાગઢ જતા યાત્રાળુઓને અકસ્માત ન થાય તે હેતુથી કકરોલીયા, ખાખરીયા, નારૂકોટ તથા જબાણ ગામ ખાતે રોડ ઉપર વાહન ધીમે ચલાવવા બાબત ના બોર્ડ લગાવી તથા યાત્રાળુઓને રેડીયમ સ્ટીકર લગાવી અકસ્માત નિવારવા પ્રયત્ન કરવામાં આવ્યા છે તેમજ યાત્રિકો માટે પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.









