
જંબુસર હરસિધ્ધિ માતા મંદિર પાટોત્સવ તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા નીકળી
જંબુસર નગરના કાવાભાગોળ હરસિધ્ધિ માતા મંદિર ના પાંચમા પાટોત્સવ તથા દશા માતાજી, ગણપતિ દાદા અને મેલડી માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ નું ટ્રસ્ટી ધીરુભાઈ પરમાર તથા હરસિધ્ધિ યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. આજરોજ બપોરે દશા માતાજી,ગણપતિ દાદા, મેલડી માતાજીની મૂર્તિઓની શોભાયાત્રા ધીરુભાઈ શનાભાઈ પરમાર ના નિવાસ્થાનેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી. જે જંબુસર શહેરના કાવાભાગોળ ,લીલોતરી બજાર, કોટ, મુખ્ય બજાર, કંસારાઢોળ થઈ પરત મંદિર ખાતે પહોંચશે અને બીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા તથા પાટોત્સવ નિમિત્તે યજ્ઞ પૂજા વિધિ વિધવાન બ્રાહ્મણોના શાસ્ત્રોકત મંત્રોચાર થકી યોજાશે. અને મહાપ્રસાદિ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો દરેક ધર્મપ્રેમી જનતાએ પધારી દર્શન પૂજન નો લાભ લેવા ટ્રષ્ટિ મંડળ દ્વારા જણાવાયું છે
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 



