જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જંબુસર ડેપોને ફાળવાયેલ બે બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
જંબુસર ડેપોમાં બસો ખખડધજ હોવાની વ્યાપક ગુમો ઊઠવા પામી હતી. તથા રોજિંદા અપડાઉન કરતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડતી હતી. જે ફરિયાદોના કારણે જંબુસર મતવિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામી તથા મહામંત્રી બળવંતસિંહ પઢિયારના પ્રયત્નોથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા જૂની બસોના બદલે તબક્કા વાર નવી બસોની ફાળવણી કરવામાં આવી જેમાં ભરૂચ ડિવિઝનના જંબુસર એસટી ડેપો ની બે નવી મીની બસ ફાળવવામાં આવી હતી. સદર બસોને રૂટ પર મોકલવા માટે જંબુસર એસટી ડેપો ખાતે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચ વિભાગ નિયામક શૈલેષભાઈ ચૌહાણ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, ડેપો મેનેજર રાજુભાઈ પટેલ, સહિત ઉપસ્થિત રહ્યા હતા. અને ઉપસ્થિતોના હસ્તે શ્રીફળ વધેરી, રીબીન કાપી ,લીલી ઝડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ ડીસી દ્વારા જાણાવાયું હતું કે એક બસ ભરૂચ આમોદના રોડ પર ફરશે તથા બીજી બસ જંબુસર કીર્તિ વચ્ચે વાયા હવેલી ટપા થઈ પસાર થશે જે બસનું લોકાર્પણ કરાયું હતું .આ પ્રસંગે આમોદ અગ્રણી ડોક્ટર રાઉલજી, ડેપો કર્મચારીગણ હાજર રહ્યા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જંબુસર ડેપોને ફાળવાયેલ બે બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર