Jamkandorna: જામકંડોરણા ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો
તા.૧૯/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેતી મહિલાઓ
Rajkot, Jamkandorna: રાજકોટ જિલ્લા સંકલિત બાળ વિકાસ કચેરી અંતર્ગત જામકંડોરણા ઘટક કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને તેડાગર બહેનો ઉપરાંત સગર્ભાઓ, ધાત્રીઓ અને કિશોરીઓએ વિવિધ પ્રકારની વાનગી બનાવીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વાનગી સ્પર્ધામાં ૦૧થી ૦૩ ક્રમ પ્રાપ્ત કરનારા વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતાં. આ તકે સૌએ પોષણના શપથ લીધા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી કંચનબેન બગડા, સી.ડી.પી.ઓ. શ્રી સોનલબેન વાળા, શ્રી પ્રભાબેન વકીલ, શ્રી અશોકસિંહ વાઘેલા, શ્રી ગૌતમભાઈ વ્યાસ, શ્રી પ્રતિપાલસિંહ જાડેજા, શ્રી ગોવિંદભાઈ રાણપરિયા, શ્રી અરવિંદભાઈ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને, તે હેતુસર રોજિંદા આહારમાં ટેક હોમ રાશન (માતૃશક્તિ, બાલ શક્તિ, અને પૂર્ણા શક્તિ), મિલેટ (શ્રીઅન્ન) અને સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યનો ઉપયોગ થાય, તેવા આશયથી સમગ્ર રાજ્યમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવા આવી રહ્યું છે.