જામનગર ભાજપના બહોળા જનસંપર્કના અનુભવી તેમજ પુર્વ મેયરની અપીલ

*દરેક વ્યક્તિને મતાધિકાર – Special Intensive Revision (SIR) અન્વયે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા મતદાતા સુધારણા કાર્યક્રમ અંતર્ગત અપીલ કરવામાં આવેલ છે*
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરના પુર્વ મેયર તેમજ જનસંપર્કનો બહોળો અનુભવ ધરાવતા તેમજ રાજકીય ક્ષેત્રે આગવી છાપ ધરાવતા બીનાબેન કોઠારીએ જણાવ્યુ છે કે હાલ ભારત સરકારના ચુંટણી પંચ દ્વારા મતદાર યાદીની સઘન સુધારણાનુ મહત્વનુ કાર્ય ચાલે છે ત્યારે લોકશાહીમા ચુંટણી એ પર્વ હોય છે એ પર્વમાં મતદાન દ્વારા ઉજવણી થાય છે ત્યારે એ પવિત્ર મતદાન કરનારા મતદારોનુ નામ વગેરે વિગત મતદાર યાદીમા વ્યવસ્થિત હોય તે જરૂરી હોઇ સૌ મતદારોએ હાલની મતદાર યાદી કામગીરીમાં બીએલઓ (બુથ લેવલ ઓફીસર)જે સંપર્ક કરવા ઘરે ઘરે આવે છે તેઓને આપણે સૌ એ સહકાર આપવો ખૂબ જરૂરી છે
S.I.R. અંતર્ગત થઇ રહેલ કામગીરીનો ઉદેશ મતદાર યાદી ને વધુ સ્પષ્ટ બનાવી, ચોકસાઈ વળી બનાવી, અને કોઈ પણ ભારતીય નાગરિક જેઓ ની ઉમર ૧૮ વર્ષ થી ઉપર છે તેઓ તેમના મતાધિકાર થી વંચિત ના રહી જાય, તેવા ઉદ્શ થી Special Intensive Revision ની કામગીરી હાથ ધરવમાં આવી રહી છે. દરેક વ્યક્તિને વિનંતી પોતે જાતે આ કામગીરીમાં વ્યક્તિગત રીતે રસ લઇ, બી.એલ.ઓ. આપેલ ફોર્મ માં ચોકસાઈપૂર્વક ફોર્મ ભરી પરત કરે. કોઈ ને ફોર્મ ભરવા, ઉપલબ્ધ થવા મુદ્દે કોઈ સમસ્યા હોય તો આગામી ૨૨ અને ૨૩ નવેમ્બર જે મતદાતા જ્યાં માટે આપવા જાય છે ત્યાં બી.એલ .ઓ મળશે તેઓ ને મળી ફોર્મ ન માંડ્યું હોય, મેળવી લ્યે, અથવા ફોર્મ ભરવા વિશેષ માર્ગદર્શન ની જરૂર હોય માર્ગદર્શન મેળવી લ્યે. કોઈ પણ નાગરિક ને S.I.R મુદ્દે વિશેષ થી કોઈ માર્ગર્દર્શનની જરૂર હોય તો ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદેદારો, કોર્પોરેટર શ્રીઓનો સંપર્ક કરી શકે છે. આ તબ્બકે કોઈ પણ નાગરિક તેના મતાધિકાર થી વંચિત ના રહે, તેથી દરેક મતદાતા ને ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બિનાબેન કોઠારી દ્વારા અપીલ કરવામાં આવી હોવાનુ જામનગર શહેર ભાજપ મીડીયા સેલના કન્વીનર ભાર્ગવ ઠાકરની યાદી જણાવે છે
________________
—-રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
B.sc.,L.L.B.,d.n.y.(GAU) journalism(hindi)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878
bhogayatabharat@gmail.com





