જામનગર જિલ્લા ભાજપ-યુવા મોરચાએ ઝીલ્યો માનવતાનો સાદ

અટલ ભવન -જામનગર ખાતે યોજાયો રક્તદાન કેમ્પ
જામનગર (ભરત ભોગાયતા)
23 જૂન ભારતીય જનસંઘના સંસ્થાપક અને રાષ્ટ્રવાદી તેમજ શિક્ષણવિદ ડૉ શ્યામાપ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિત્તે જામનગર જિલ્લા કાર્યાલય ખાતે યુવા મોરચા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો
આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રી ડો પ્રશાંતભાઈ કોરાટ જી,જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રમેશભાઈ મૂંગરા, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી દિલીપભાઈ ભોજાણી, 76- કાલાવડ ના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા જામનગર જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ભૂમિતભાઈ ડોબરીયા, પ્રભારી શ્રી અમિતભાઇ બોરીચા સહીત સંગઠન ના હોદેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું અને આ દિવસે જામનગર જીલ્લા મીડિયા સેલના કન્વીનર નો પણ જન્મદિવસ દિવસ હોય તેને પણ રક્તદાન કર્યું હતું તેમ જામનગર જીલ્લા ભાજપ મીડિયા સેલ ના કન્વીનર શ્રી નરેન્દ્રસિંહ પરમાર ની અખબારી યાદી માં જણાવ્યું છે.
@________
@ bgbhogayata
gov.accre.Journalist
jmr
8758659878





