GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર મામલતદાર કચેરીએ નાગરીકોની ફરીયાદ હલ કરી

 

*ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને “જાડા” ના ઇ.ચા. CEO ના અધ્યક્ષ સ્થાને જામનગર શહેર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો*

*જામનગર (નયના દવે)

તારીખ 24 જુલાઈના રોજ જામનગર શહેર મામલતદારશ્રીની કચેરી, મહેસુલ સેવા સદન ખાતે ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર  અને જાડાના ઇ.ચા.CEO શ્રી ઝાલા સાહેબના અધ્યક્ષ સ્થાને આયોજિત જુલાઈ- 2024 ના આ સ્વાગત કાર્યક્રમમાં 7 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ચર્ચા વિચારણા કર્યા બાદ આ સાત પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં અરજદારો અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહયા હતા. તેમ જામનગર શહેર મામલતદાર સુશ્રી વી.આર.માકડીયા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

*000000*

Back to top button
error: Content is protected !!