GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર મહાનગરપાલિકા વેરા રાહત યોજના.તા.૧૫/૦૨/૨૦૨૪ થી તારીખ ૩૧/૦૩/૨૦૨૪.સુધી.

જામનગર: શહેરમાં છે ત્રણ લાખ મિલકત ધારકો, હવે આ રાહત યોજનાને બે દિવસ જ બાકી છે. નગરવાસીઓ જલ્દી કરો.

વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર.

જામનગર મહાનગરપાલિકાના મિલકતધારકોએ છેલ્લા એક વર્ષમાં જુદા જુદા વેરા પેટે મહાપાલિકા કચેરીમાં રૂપિયા ૧૦૧ કરોડ ભરી પોતાની ફરજ નિભાવી છે. ત્રણ લાખ પૈકીના એક લાખ મિલકત ધારક નાગરીકોએ વેરો ભર્યો છે જો તમામ મિલકત ધારકો વેરો ભરપાઈ કરે તો મહાનગરમાં ખૂટતી તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઇ શકે, નાગરિકોએ પોતાની ફરજ અદા કરવા આગળ આવવું જોઈએ જેથી કરીને શહેરનો સંતુલિત વિકાસ થઇ શકે. મિલકત વસુલાતમાં મહાપાલિકાએ ઉદારી દાખવી રાહત યોજના અમલી બનાવી છે જેની મુદ્દત પૂર્ણતાના આરે છે. આ યોજનાનો લાભ લેવા તમામ નાગરિકોને મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી બાકી રહેતી જુદા જુદા વેરાઓની વસુલાત કરવામાં માટે મિલકત ધારકો માટે હાલ રાહત યોજના અમલમાં મૂકી છે જે યોજના છેલા બે દિવસ બાકી રહ્યા છે. મહાનગરપાલિકામાં હાલ નોંધાયેલ મિલકત ધારકો ૩૦૬૦૦૦ છે. આ મિલકત ધારકો પૈકી તા. ૧/૪/૨૦૨૩થી ૨૮/૦૩/૨૦૨૪ સુધીમાં ૧૦૫૬૫૬ મિલકત ધારકોએ પોતાનો બાકી રહેતો હાઉસિંગ સહિતનો વેરો ભરપાઈ કર્યો છે.


જેની આકારણી રૂપિયા ૧૦૧.૬૦ કરોડ થવા જાય છે. જો કે છેલા બે માસમાં એટેલે કે તા. ૦૧/૦૨/૨૦૨૪ થી ૨૮/૦૩/૨૦૨૪ સુધીમાં મહાનગરપાલિકામાં જુદા જુદા વેરા પેટે રૂપિયા ૪૫.૭૦ કરોડ જમા થયા છે. જેમાં વ્યાજમાફી પેટે મહાનગરપાલિકા રૂપિયા 99.8 કરોડની રાહત આપી છે.

ગઈ કાલ સુધીમાં મહાપાલિકાની બાકી વસુલાત રૂપિયા ૩૦૬.૯૮ કરોડ અને આ જ રકમ પર વ્યાજ રૂપિયા ૨૦૭.૪૧ કરોડ થવા જાય છે. જયારે મિલકત વેરા પેટે રૂપિયા ૨૩૩ કરોડ (કાર્પેટ પદ્ધતિ અનુસાર), રેન્ટ બેઇઝ પદ્ધતિ અનુસાર ૧૫.૧૦ કરોડ અને વ્યાજ ૯૮.૫૬ કરોડ (કાર્પેટ પદ્ધતિ અનુસાર), રેન્ટ બેઇઝ પદ્ધતિ અનુસાર ૪૪.૧૧ કરોડ, જયારે વોટર ચાર્જ પેટે મુદલ રકમ ૪૨.૦૬ કરોડ (કાર્પેટ પદ્ધતિ અનુસાર) રેન્ટ બેઇઝ પદ્ધતિ અનુસાર ૪.૩૭ કરોડ અને વ્યાજ રૂપિયા ૩૪.૩૦ કરોડ (કાર્પેટ પદ્ધતિ અનુસાર) રેન્ટ બેઇઝ પદ્ધતિ અનુસાર ૧૭.૨૨ કરોડ, જયારે વોટર ચાર્જ – સ્લમ મુદલ ૧૨.૪૫ કરોડ વ્યાજ ૧૩.૨૨ કરોડ થવા જાય છે. આગામી તા. ૩૧/૦૩/૨૦૨૪ એ ૧૦૦% વ્યાજમાફીની આખરી તક છે. હજુ આજ સહિતના ત્રણ દિવસ બાકી હોય આ સુવર્ણ તકનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!