વિજ વિભાગનુ જામનગર પોલીસ સ્ટેશન ઝળક્યુ

જામનગર જીયુવીએનએલ પોલીસ સ્ટેશનના ફોજદાર અને જમાદારનું કોર્પોરેટ ઓફીસ રાજકોટ ખાતે થયુ સન્માન
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર જીયુવીએનએલ પોલીસ સ્ટેશનના ફોજદાર અને જમાદારનું કોર્પોરેટ ઓફીસ રાજકોટ ખાતે તારીખ ૨૬/૧/૨૬ના રોજ સન્માન થયુ છે.
જામનગરના જીયુવીએનએલ પોલિસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ ડી.એ.ભંડેરી અને હેડકોન્સ્ટેબલ આર.કે.લુબાનાઓની શ્રેષ્ઠ ફરજો અંગે પીજીવીસીએલની રાજકોટ સ્થિત કોર્પોરેટ ઓફીસ ખાતે પ્રજાસતાક પર્વની ઉજવણી દરમ્યાન સન્માનપત્ર એનાયત કરાયુ હતુ. ઉલ્લેખનીય છે કે રણજીતસિંઘ લુબાનાનુ આ સતત ત્રીજા વર્ષે વીજ પોલિસ મથકોમા સર્વે શ્રેષ્ઠ કામગીરી માટે સન્માન પત્રક રાજકોટ કોર્પોરેટ કચેરી ખાતે ગણતંત્ર દિવસે એનાયત કરાયેલ છે તેમજ તેઓએ રૂપીયા બે કરોડની માંડવાળ રકમ વિજ ચોરીના કિસ્સાઓમાં પીજીવીસીએલમા જમા કરાવડાવી છે તેમજ આઠસોચાર કેસ વર્ષ દરમિયાન નિકાલ કરાવી સર્વ શ્રેષ્ઠ કામગીરી જામનગર પોલીસ સ્ટેશનમાં કરીને સૌરાષ્ટ્ર ઝોન શ્રેષ્ઠમા કામગીરી બદલ સન્માન પત્ર એનાયત કરાયેલ છે લુબાનાની વિજચોરી કેસની સઘન તપાસોના કારણે વર્ષ ૨૦૨૫માં દસ ગુનાઓમાં કોર્ટ દ્વારા સજાના હુકમો થયા હતા.






