GMB પ્લબરની મદદે ભારતીય મજદૂર સંઘ-જામનગર

ભારતીય મજદૂર સંઘ જામનગર દ્વારા કામદારના હિત માટે લાં…….બી લડત……કામદારના હિતમાં અંતે અદાલતી હુકમ
પ્લમ્બરના હકના નાણા આપવામાં બંદર ખાતાએ શક્ય એટલા કાવાદાવા કર્યા…….અંતે ચુકવવા તંત્ર મજબૂર–મજદૂર મજબૂત
જામનગર (ભરત ભોગાયતા)
ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં પ્લમ્બર તરીકે ફરજ બજાવતા રઘુભાઈ જીવાભાઈ રાઠોડને બોર્ડ દ્વારા કાયમી કરતા ન હોવાથી તેઓએ કાયમી કરી, કાયમીનો લાભ મેળવવા ભારતીય મઝદૂર સંઘ મારફત કેસ કરેલ. આ કેસમાં ઔધોગિક અદાલત દ્વારા તેઓને દાખલ થયા અને ૨૪૦ દિવસ પુરા કર્યા ત્યારથી કાયમી કરી, કાયમીના લાભો આપવા હુકમ કરેલ. આ હુકમ સામે બોર્ડ દ્વારા છેક નામ. સુપ્રીમકોર્ટ સુધી લડત આપેલ. પરંતુ બોર્ડની તકરાર ટકવાપાત્ર ન હોય દરેક જગ્યાએ તેમની અરજીઓ રદ થયેલ.
ઉપરોકત હુકમ બાદ પણ બોર્ડ દ્વારા ઔધોગિક અદાલતના હુકમ મુજબના લાભો ન આપતા કામદાર દ્વારા ગણતરી કરી રૂા. ૩૦,૨૯, ૫૭૪/- જેવી તફાવતની રકમ વસુલવા નામ. મજુર અદાલત સમક્ષ રીકવરી દાખલ કરેલ તથા હુકમના ભંગ અંગે ફોજદારી કેસ કરેલ. ફોજદારી કેસમાં બોર્ડને તથા જવાબદાર અધિકારીને રૂા.૨૦,૦૦૦/-નો દંડ તથા કોર્ટ ઉઠતા સુધીની સજા થયેલ. રીકવરી કેસમાં બોર્ડ દ્વારા નામ. કોર્ટને ગેરરસ્તે દોરતા જણાવેલ કે અમોએ ઔધોગિક અદાલતના હુકમ પ્રમાણે તમામ લાભો આપી દીધા છે અને કામદારનું કોઈ લેણું નીકળતું નથી. જયારે કામદાર તરફે જણાવેલ કે બોર્ડ દ્વારા માન. દોલતભાઈ પરમાર કમિટિએ નકકી કરેલા લાભો આપેલ છે જયારે કાયમીના લાભો આપેલ નથી અને તેથી તફાવતની લેણી નીકળતી રકમ રૂા. ૩૦,૨૯,૫૭૪/- કામદારના લેણા નીકળે છે જેથી કામદાર તરફેની રજૂઆત માન્ય રાખી નામ. મજુર અદાલત, જામનગર દ્વારા આ રકમ ચૂકવવા હુકમ કરેલ.
બોર્ડ દ્વારા ઉપરોકત હુકમ સામે ફરીથી નામ. હાઈકોર્ટ સમક્ષ અપીલ કરતા અપીલ દાખલ કરતી વખતે જ કામદાર તરફે રોકાયેલ વકીલશ્રીની ધારદાર દલીલો ધ્યાને લઈ નામ. હાઈકોર્ટ દ્વારા બોર્ડની અપીલ રદ કરતો તથા કામદારની બાકી લેણી નીકળતી રકમ દિવસ-૪૫ માં કામદારને ચૂકવવા અને તેમાં વિલંબ થયેથી ૬ ટકા વ્યાજ જે તે જવાબદાર અધિકારીના પગારમાંથી કપાત કરી ચૂકવવા હુકમ કરેલ છે.
આ કેઈસમાં કામદાર તરફે ભારતીય મઝદૂર સંઘના શ્રી અરવિંદભાઈ વ્યાસ તથા પંકજભાઈ રાયચુરાએ વિવિધ તબકકે રજૂઆત કરેલ. નામ. હાઈકોર્ટમાં કામદાર તરફે એડવોકેટ શ્રી ચિંતન દેસાઈ રોકાયેલા હતા. તેમ ભા.મ.સં.ના
મનિષ બી.ગોહિલ–જીલ્લામંત્રીની યાદી જણાવે છે
_______________
—regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com




