BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે 79 મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો

17 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે 79 મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે 79 મા સ્વાતંત્ર દિવસની ઉજવણી કેળવણી મંડળના મંત્રીશ્રી જે.ડી.ચૌધરી ના વરદ્દહસ્તે ધ્વજ ફરકાવી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. સમગ્ર સંકુલ પરિવાર તથા વિદ્યાર્થીઓ તિરંગાને સલામી આપવા તથા દેશભક્તિને ઉજાગર કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રાસંગિક પ્રવચનમાં આજના મહેમાનશ્રી તથા કેળવણી મંડળના મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી અને આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીએ આઝાદીના મૂલ્યો અને મહત્વ તથા ક્રાંતિવીરોની વીરતા, શૌર્ય અને બલિદાનને યાદ કરી દેશના શ્રેષ્ઠ નાગરિક બની સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પ્લાસ્ટિક મુક્ત ભારત, એક બનો નેક બનો, એક પેડ દેશ કે નામ જેવા મિશનોને સાકર કરી ભારતને આશા અને અવસરોનો દેશ બનાવવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. આ સાથે સંકુલના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતોનું ગાન કરી રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરી હતી.આમ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં 79 મો સ્વતંત્રતા દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો.

Back to top button
error: Content is protected !!