BHARUCHBHARUCH CITY / TALUKO

*ભરૂચમાં ખીલખીલાટની સેવા સગર્ભા અવસ્થા માટે આશિર્વાદરૂપ બની*  

*ભરૂચમાં ખીલખીલાટની સેવા સગર્ભા અવસ્થા માટે આશિર્વાદરૂપ બની* 

——-

*નવજાત બાળકો અને સગર્ભા મહિલાઓ માટે સતત કાર્યરત ‘ખીલખીલાટ વાન’*

———

*ખીલખીલાટ વાનથી રાજ્યમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરને ઘટાડવામાં વ્યાપક સફળતાં*

———

*ભરૂચ જિલ્લામાં ૨ લાખથી વધુ કેસને આ સેવાનો લાભ મળ્યો છે*

————–

ભરૂચ – બુધવાર – આજે નારી ધરા થી ગગન સુધીના પુરૂષ આધિપત્યવાળા ક્ષેત્રોમાં પણ પગરણ કરી ચૂકી છે. ત્યારે મહિલાઓની સેવામાં રાજ્ય સરકાર દ્વારા મહિલાલક્ષી બજેટથી માંડીને નારી અદાલતની સ્થાપના કરવાં જેવાં પગલાઓ દ્વારા મહિલાઓનું સશક્તિકરણ થાય તે દિશાના પગલાં ઉઠાવ્યાં છે.

ભારતીય શાસ્ત્રોમાં પણ ‘નારીનો વાસ હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે’, ‘નારી તું નારાયણી’, ‘નારી તું ના હારી’ તેવાં કથનો દ્વારા મહિલામંડળ કરી નારી શક્તિનો પરિચય આપવામાં આવેલો જ છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ૧૧ ખીલખીલાટ સેવા કાર્યરત છે નવજાત શીશુઓ અને સગર્ભા મહિલાઓ માટેની ‘ખીલખીલાટ વાન’ની પ્રસંનીય કામગીરી હાથ ધરવામાં આવે છે.

આ વાનની શરૂઆત થવાંથી છેવાડાંના વિસ્તારમાં સગર્ભા અવસ્થામાં પડતી અગવડતાઓનો અંત આવ્યો છે અને મહિલા તેમજ તેના બાળકની સુરક્ષામાં વધારો થયો છે. બાળક તથા સગર્ભા મહિલાઓને આકસ્મિક સંજોગોમાં દર-દર ભટકવાં છતાં સાધન ન મળવાની હાલાકીમાંથી મુક્તિ મળી છે.

રાજ્ય સરકાર દ્વારા ચાલતી ૧૦૮ સેવા સમાજમાં વ્યાપક સ્વીકૃતિ પામી છે, તેવી જ રીતે ખીલખીલાટ વાન પણ આગવી પહેચાન બનાવી રહી છે. ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૧૨ થી આ સેવા માત્ર એક ખિલખિલાટ વાનથી શરૂઆત કરવામાં આવી હતી. આજે ભરૂચ જિલ્લામાં ૧૧ ખિલખિલાટ વાન દ્વારા સગર્ભા માતા અને નવજાત શિશુને સેવા પૂરી પાડી રહી છે.

આ સેવા થકી સગર્ભા માતાને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે સુરક્ષિત રીતે લાવવાની વ્યાપક સેવા આપવામાં આવે છે. એમ બાર વર્ષમાં જ કુલ- ૨,૦૭૮,૭૬ સગર્ભા અવસ્થામાં કેસમાં આ સેવા ઉપયોગી બની છે. છેલ્લાં છ માસમાં ભરૂચ જિલ્લામાં સરેરાશ ૨૫ હજારથી વધુ કેસને આ સેવાનો લાભ મળ્યો છે અને જ્યારે માર્ચ મહિનામાં ૩૯૬૯ જેટલાં કેસો નોંધાયા છે જે તેની ખ્યાતી અને સફળતાં દર્શાવે છે.

આરોગ્ય વિભાગની આ દ્વારા સેવા દ્વારા માતા મૃત્ય દર અને નવજાત શિશુ મૃત્ય દર ઘટાડવામાં વ્યાપક સફળતા મળી છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક, આદિવાસી અંતરિયાળ વિસ્તારો સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં પથરાયેલો છે આ રીતે અનેક કુદરતી વિભિન્ન પડકારો વચ્ચે પુષ્કળ પ્રમાણમાં પરપ્રાંતિય લોકો વસવાટ કરે છે આવી પરિસ્થિતિમાં ખીલખીલાટ સેવા સફળ કામગીરી હાથ ધરવામાં આવે આવે છે અને અનેક સગર્ભા અવસ્થામાં મહિલાનું આશીર્વાદરૂપ સાબિત થાય છે.

આ અંગે ખીલખીલાટ સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે જણાવ્યુ હતું કે હમારો લક્ષ નિર્ધાર કર્યો છે કે જિલ્લામાં માતા મુત્યદર અને બાળ મૃત્યુદર ઝીરો સુધી પહોંચવા અમે કટિબદ્ધ છીએ.

વાત્સલ્યમ્ સમાચાર

મહેન્દ્ર મોરે-ભરૂચ

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!